કાનપુરમાં FM વોલ્યુમ વધારીને માથા પર હથોડો મારી કરી મહિલાની હત્યા, વહુને લોહીથી લથબથ જોઇ બેભાન થઇ સાસુ

અજાણ્યા હુમલાખોરોએ બર્રા એરિયામાં રહેતી 37 વર્ષીય એક મહિલાના માથા પર હથોડાથી અનેક વાર કરીને તેની હત્યા કરી દીધી. આ સનસનાટીભર્યા હત્યાકાંડને અંજામ આપતી વખતે હુમલાખોરોએ FM રેડિયોનો વોલ્યુમ મોટો કરી દીધો હતો, જેથી મહિલાની ચીસો કોઇ સાંભળી ન શકે. હત્યા લૂંટ કે કોઇ અન્ય ઇરાદાથી કરવામાં આવી, તેનો ખુલાસો થઇ શક્યો નથી. માના મોતથી તેની બંને માસૂમ દીકરીઓ હાલ આઘાતમાં છે. તેઓ વારંવાર માતાને મળવાની જીદ કરતી રહી, પરંતુ પિતા તેમને ગળે વળગાડીને રડતો રહ્યો.
 
સંજયકુમાર ઓર્ડિનન્સ ફેક્ટરીમાં કામ કરે છે. પરિવારમાં મૃતકા પત્ની પુષ્પા અને બે દીકરીઓ સોનલ અને સૌમ્યા છે. સોમવારે સવારે તે ડ્યૂટી પર નીકળી ગયો હતો. જ્યારે દીકરીઓ સ્કૂલે જઇ ચૂકી હતી. મૃતકા ઘરમાં એકલી કામકાજ કરી રહી હતી.
 
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બપોરે લગભગ 12 વાગે ઘરમાં બદમાશ ઘૂસ્યા હશે. ઘટનાની જાણકારી, ત્યારે મળી જ્યારે મૃતકાની સાસુ રીના ત્યાં આવી. તેઓ નજીકના જ બીજા ઘરમાં રહે છે. લોહીથી લથપથ વહુની લાશ જોઇને સાસુની ચીસ નીકળી ગઇ. તે પોતાની સુધબુધ ખોઇ બેઠી. પછી બહારની તરફ ભાગી.
 
મૃતકાની બંને દીકરીઓ જ્યારે સ્કૂલથી પાછી ફરી, તો પિતાએ તેમને બહાર જ રોકી લીધી. તેઓ વારંવાર માતાને મળવાની જીદ કરતી રહી, જ્યારે બાળકોને માતાની હત્યા વિશે જાણ થઇ તો નાની દીકરી બેભાન થઇ ગઇ.
 પોલીસનો ડોગ ઘટનાસ્થળથી થોડે દૂર રહેતા અજય પાંડેયના ઘર સુધી જઇને અટકી ગયો. પોલીસ તપાસ અધિકારી રવિ શ્રીવાસ્તવે જણાવ્યું કે અજય ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે. 
15 દિવસ પહેલા તેમણે જ મૃતકાના ઘરે ટાઇલ્સ લગાવી હતી. પોલીસે અજયની પૂછપરછ માટે અટકાયત કરી છે. મૃતકાના પતિના જણાવ્યા પ્રમાણે, તેમની કોઇની સાથે કોઇ દુશ્મની ન હતી.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.