ગુજરાત ભાજપના અગ્રણીઓ દિલ્હી જવા રવાના : સાંજ સુધીમાં ગુજરાતનાં બાકીના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે

લોકસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન ગુજરાતમાં રાજકીય ગરમાવો વધુ પ્રબળ જોવા મળી રહ્યો છે. અહી ભાજપ માટે આબરૂનો પ્રશ્ન છે તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન હોય બંને પક્ષે આર યા પારની લડાઈ જામે તેમ છે,ત્યારે ગુજરાતમાં ભાજપના અમિત શાહ સહિત 4 ઉમેદવાર જાહેર થયા બાદ આજ સાંજ સુધીમાં અન્ય 22 ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી વકી છે. જે માટે દિલ્હી ખાતે યોજાઇ રહેલ ભાજપની કોર ગૃપની બેઠકમાં આજે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અગ્રણીઓ દિલ્હી જવા રવાના થયા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.