ઉત્તર ભારત ઠંડુગાર : ટ્રેન, વિમાની સેવા પ્રભાવિત

 
 
 
               
 
                           ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે. વિમાની સેવા પર પણ માઠી અસર થઇ છે. આગામી સપ્તાહમાં વરસાદની આગાહી પણ હવામાન  વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સવારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અનેક સ્ટેશનો પરથી ટ્રેનો મોડેથી દોડી રહી છે. લો વિજિબિલિટીના કારણે દિલ્હીની ૧૬ ટ્રેનો લેટ થયેલી છે. તમામ ટ્રેનો નિર્ધાિરત સમય કરતા મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલીક જગ્યાએ અકસ્માત થયા હોવાના હેવાલ પણ મળ્યા છે. દરમિયાન હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમ વર્ષા જારી રહી છે. તાપમાન માઇનસમાં છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમા પણ હાડ ગાળી નાંખે તેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પારો ખુબ ગબડી ગયો છે. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં પણ ઉંચાણવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. ટ્યુરિસ્ટ સ્થળો કુલ્લુ જિલ્લામાં મનાલીમાં માઇનસમાં તાપમાન રહ્યુ છે. દિલ્હી અને એનસીઆરમાં પણ હાલત કફોડી બનેલી છે.   જમ્મુ કાશ્મીરમાં પાણીના †ોતમાં બરફ જામી જતા હાલત કફોડી બનેલી છે.શ્રીનગરમાં રાત્રી તાપમાન માઇનસ ૧.૪ ડિગ્રી રહ્યુ છે. લેહમાં માઇનસ ૧૫.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. જ્યારે કારગીલમાં પારો માઇસ ૨૦.૭ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. કાશ્મીર હાલમાં ચિલાઇ કાલનના ગાળા હેઠળ છે. ૪૦ દિવસનો આ ગાળો  ઠંડીનો સૌથી મુશ્કેલ ગાળો હોય છે. આની પૂર્ણાહુતિ હવે ૩૧મી જાન્યુઆરીના દિવસે થશે.   રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની Âસ્થતી વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.