ઈન્ડીયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન દ્વારા દિવાળી ઉપર ભારત દર્શન

 
 ઈન્ડીયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન લિમીટેડ દિવાળીના શુભ પ્રસંગે તા. ૩૧ના રોજ ભારત દર્શન જેમાં રામેશ્વરમ, મદુરાઈ, કન્યા કુમારી, ત્રિવેન્દ્રમ, તિરૂપતિ, શિરડી, શનિ શિંગડાપુર જેવા જોવાલાયક સ્થળોનું ટૂર ૧૧ રાત્રી - ૧૨ દિવસ માટે આયોજીત કરેલ છે. તા. ૧૩-૧૧ના રોજ ૮ રાત્રી અને ૯ દિવસ માટે મથુરા, હરીદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણોદેવી જેવા સ્થળોની મુલાકાત માટે ભારત દર્શન ટૂર યોજેલ છે. પેકેજમાં રેલ મુસાફરી, ભોજન, સાઈટ સીન, પરિવહન, ટુર ગાઈડ, રાત્રિ રોકાણ માટે કોમન હોલની સુવિધા સામેલ છે. વ્યકિત દીઠ (૧) રૂ. ૧૧૩૪૦ (૧૧ રાત્રી - ૧૨ દિવસ), (૨) રૂ. ૮૫૦૫ (૮ રાત્રિ - ૯ દિવસ).
 
ટિકીટની ઓનલાઈન બુકીંગ www.irctctourism.com ઉપર કરી શકાય છે અથવા આઈઆરસીટીસીના કાર્યાલય ૫૦૨, પેલીકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ અમદાવાદ ખાતે પણ કરી શકાય છે.(૨-૧૯)
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.