ઊંઝા ખાતે ખોટા નામે ટ્રાન્સપોર્ટમાં માલ ભરાવી છેતરપીંડી, પોલીસે મહારાષ્ટ્ર પાર્સિંગ ની ટ્રક સાથે ૧ર લાખનું જીરૂ જપ્ત કર્યું

વેપારી મથક ઊંઝા ખાતેથી પરપ્રાંતમાં માલોના થતા વેચાણ સંદર્ભે કેટલાક સ્થાનિક તત્વો પોતાના આર્થિક લાભ માટે ખોટા બીલો, દસ્તાવેજા બનાવી ખોટા નામે ટ્રાન્સપોર્ટમાં માલ ભરાવી વેટ ખાતે જી.એસ.ટી.ની ચોરી કરી સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાની બાબતે પોલીસે મહારાષ્ટ્ર પા‹સગની એક ટ્રક અને તેમાં ભરેલ બાર લાખ રૂપિયાથી વધુની કિંમતનો જીરૂનો જથ્થો કબ્જે કરી ત્રણ ઈસમો વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ કરી છે. 
વિગત એવી છે કે, વેપારી મથક ઊંઝા ખાતે કેટલાક તત્વો બોગસ બિલોના આધારે ટ્રકોમાં માલો ભરાવીને પરપ્રાંતમાં મોકલાવતા હોવાની મળેલ બાતમીના આધારે રાત્રિના સમયે ઊંઝા ઐઠોર રાજ્ય ધોરીમાર્ગ પરથી પસાર થતી આઈસર ટ્રક નં.- એમ.એચ. ૧૮ બીજી ૦૯૩૧ માં શંકાસ્પદ બિલ થકી માલ સામાન જઈ રહ્યાનું જણાતા પોલીસે સદર ટ્રકને પોલીસ મથકે લાવી તપાસ કરી હતી. પરંતુ ટ્રક ઊંઝાથી રજુ કરેલ બિલ અમદાવાદથી હોસુર(તામિલનાડુ) નું હતું પરંતુ ટ્રક ઊંઝાથી નીકળેલ હોઈ ટ્રાન્સપોર્ટરનું આઈ.ડી.ઓનલાઈન સર્ચ કરતાં શંકાસ્પદ જણાયું હતું. તેમજ ઈ- વે બિલમાં પણ ચેડા થયાનું માલુમ પડ્યું હતું. જેથી આઈસર ટ્રક કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ તેમાં ભરેલ જીરૂ કિંમત રૂપિયા ૧ર,૧૧,૧૭પ રજુ થયેલ ઈવેબિલ, ટ્રાન્સપોર્ટ બિલ વગેરે મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક સુહાલાલ ભટ્ટ પાટીલ રહે. જીરાડી જી- જલગાંવ મહારાષ્ટ્ર તથા લક્ષ્મી ટ્રેડર્સના માલિક સંજયકુમાર પ્રહલાદભાઈ પટેલ રહે. ઊંઝાને સી.આર.પી.સી. કમલ ૪૧ (ડી) મુજબ અટકાયતમાં લીધા હતા. 
ઉપરોક્ત બાબતે ઊંઝા પોલીસે પટેલ અજયભાઈ ડાહ્યાભાઈ, પટેલ સંજયભાઈ પ્રહલાદભાઈ અને પટેલ રમણભાઈ ત્રિભોવનદાસ જારદાસ ત્રણેય રહે. ઊંઝાવાળા વિરૂધ્ધ ઈ.પી.કો કલમ ૪૦૬,૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.