દીવ બન્યો દેશનો પ્રથમ સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રીસિટી ધરાવતો જિલ્લો

ગુજરાતના દરિયા કિનારાની નજીક આવેલા કેન્દ્રશાસિત દીવ સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રીસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બની ગયો છે. ટુરિસ્ટ આધારિત આ શહેરમાં દિવસ દરમિયાન એટલે કે પીકઅપ સમયમાં તેને ગુજરાતની ઇલેક્ટ્રિસિટી એટલે કે પાવરની જરૂર રહેતી નથી. દીવના મલાલા સ્થિત 50 એકરમાં સોલાર પાવર લગાડવામાં આવતા દિવસ દરમિયાન દીવ જિલ્લાને જે પાવરની જરૂર પડે છે એના કરતાં પણ વધુ ઉત્પાદન થાય છે. 2016માં સૌપ્રથમ 3 મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત કરાયો હતો. ત્યારબાદ એ જ જગ્યા પર વધુ 6 મેગા વોટનો પ્લાન્ટ નખાયો હતો. જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ 79 કચેરીમાં પણ અગાશી પર સોલાર રૂફટોપ નખાતા એમા 1.27 મેગા વોટ વીજળી ઉત્પન્ન થાય છે. આમ 9 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને 1.27 મેગાવોટ અગાશી પર લગાવેલ ધાબા દ્વારા વીજળી મલતા કુલ 10.27 મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળે છે.
 
સ્માર્ટ સીટી માં સમાવીષ્ટ દીવ જિલ્લાની કુલ વસ્તી 50000 આસપાસ છે અને 40 કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. દીવમાં દિવસ દરમિયાન 6-7 મેગાવોટ વીજળીની જરૂરત રહે છે ત્યારે 10.27 મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળતાં દીવ દિવસ દરમિયાન વીજળીની બાબતમાં સરપ્લેસ બન્યું છે. ભારતનો પ્રથમ એવો જિલ્લો કે જેની વીજળીની માંગ સોલાર પ્લાન્ટ દ્વારા પૂરી થાય છે. તો બીજી તરફ આ જ જગ્યા પર આ વર્ષના અંત અથવા આવતા વર્ષ સુધીમાં વીન્ડ પ્રોજેક્ટ કાર્યરત થશે. જેમાં 7 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. ત્યારે રાત્રી દરમિયાન જે વીજ માંગ છે તે પણ પૂરી થશે. દેશનો પ્રથમ જિલ્લો હશે જેને કુદરતી સોર્સ દ્વારા ક્લિન વીજળી મળતી હશે. આમ દેશનો પ્રથમ એવો જિલ્લો કે જે સ્માર્ટ સિટીમાં પણ સમાવીષ્ટ છે અને સોલાર સિટી પણ બની ગયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.