અમીરગઢના વિરમપુરમાં ખેડૂત પર રીંછે હુમલો કરતા ફફડાટ

અમીરગઢના વિરમપુરનો ધર્મનગર પરામાં રહેતા વૃદ્ધ ઉમાજી ધર્માજી હેમાણી નામના ખેડૂત ગુરુવારે કુદરતી હાજતે જવા નીકળ્યા હતા. એ વખતે રીંછે ખેડૂત પર હિંસક હુમલો કરી દેતા ઉમાજી હેમાણીએ બૂમાબૂમ કરી મૂકતા રીંછ ભાગી ગયું હતું. જ્યારે ઉમાજીને વધુ સારવાર અર્થે ઉમાજીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે અન્ય ઘટનામાં અમીરગઢના મોટા કરઝા ગામે આખલાએ વૃદ્ધ મહિલાને શીંગડે ભીંડાવી પછાડતાં ઇજા પહોંચાડતા વૃદ્ધા હેમાબહેન ચૌહાણનું સારવારમાં મોત થયું હતું. જેથી સમસમી ઉઠેલા ગ્રામજનોએ છેવટે આ આખલાને પકડી લઇ ઝાડ સાથે બાંધી દીધા બાદ પાંજરાપોળના હવાલે કરી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.