ઉંઝામાં લક્ષચંડી મહાયજ્ઞને લઈ ભારે વાહનો માટે ડાયવર્ઝન અપાયું

રખેવાળ ન્યુઝ ડીસા
આગામી ૧૮-૧૨-૨૦૧૯ થી ૨૨-૧૨-૨૦૧૯ સુધી ઉંઝા-ઐઠોર રોડ ઉપર ઉમિયા માતાજીનો ઉમાનગર ખાતે લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે.જેમા કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, તથા ગવર્નર તથા રાજ્ય તેમજ દેશના અન્ય મહાનુભાવો પધારનાર છે. દેશ વિદેશમાં વસતા પાટીદારો સહિત અંદાજીત કુલ ૫૦ લાખથી વધારે જનમેદની એકઠી થનાર છે. 
જેમાં કાયદોને વ્યવસ્થા જળવાઇ રહે તેથી ઉંઝા ખાતે થી સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતાં તેમજ વિસનગર તરફથી આવતા તથા પાટણ તરફથી આવતા મોટા ભારે વાહનો માટે ડાયવર્ઝન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ દ્વારા અપાયું છે.
આ જાહેરનામાનો અમલ ૧૬ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે.જેમાં અમદાવાદથી પાલનપુર જતાં કોમર્શીયલ વાહનો પાલાવાસણા સકૅલથી મીઠા ચોકડી થઇ મગુના, મોટપ ચોકડી થી મોટપ, ધીણોજ થઇ ચાણસ્મા, પાટણ, રૂની,ખળી ચાર રસ્તા, સિધ્ધપુર થઇ પાલનપુર જવાના રહશે.પાલનપુર થી અમદાવાદ તરફ આવતા કોમર્શીયલ વાહનો ખળી ચાર રસ્તાથી ડાયવઝૅન કરી વાયા ખેરાલુ, વડનગર,વિસનગર, મહેસાણા માનવ આશ્રમ ચોકડી થઇ, રામપુરા ચોકડી થઇ, પાલાવાસણા સર્કલ તરફ જવાનું રહેશે.પાટણ તરફથી વિસનગર આવતાં વાહનો પાટણ ખાતેથી જ ખળી ચોકડી તરફ થઇ ખેરાલું, વડનગર થઇ વિસનગર જવાનું રહશે.વિસનગરથી ઉંઝા, પાલનપુર, પાટણ તરફ જતાં કોમશૅયલ તથા રૂટીન વાહનો વિસનગરથી, કાંસા ચોકડીથી ડાયવટૅ કરી, દેણપ, કરલી, રણછોડપુરા ચોકડી, દાસજ,કહોડા થઇ ખળી ચોકડી થઇ પાલનપુર, પાટણ જવાનું રહેશે. સ્ટેટ હાઇવે નં.૪૧ સારૂ પેસેન્જર બસ તથા ઉંઝા ખાતે આવતી યાત્રાળુ સ્પેશયલ બસ તેમજ યાત્રાળુ  માટેના વાહનોને જવા દેવાની છુટ આપવાની રહેશે. વિસનગરથી ઉંઝા મહોત્સવમાં જતાં વાહનો વિસનગરથી કાંસા, વાલમ ત્રણ રસ્તા, ઐઠોર થઇ ઉંઝા ઉમાનગર જાય, રૂટીન બસ(પેસેન્જર) નો સમાવેશ થાય છે. વિસનગરથી ઉંઝા રોડ પર યાત્રાળુંના વાહનોને તે રસ્તે જવા સારૂ પરવાનગી છે. પરંતુ આ વાહનને કેવલેશ્ર્વર મહાદેવ પાસેથી પાકૅગ વાળી જગ્યાએથી આગળ જવાનું રહેશે નહિ.ઉંઝા ઉમાનગરથી વિસનગર તરફ જતાં મહોત્સવના તેમજ રૂટીન વાહનો ઐઠોર ગામ, તરભ, ખંડોસણ, વાલમ, થઇ વિસનગર જવાનું રહેશે. ઐઠોરથી ઉનાવા વાહનો જઇ શકશે પરંતુ ઉનાવા હાઇવે રોડ પીકઅપ બસ સ્ટેન્ડથી ઐઠોર તરફ વાહન જઇ શકશે નહી. જેથી વન-વે નો અમલ કરવાનો રહેશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડની અખબારી યાદીમાં જણાવાયું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.