ભિલોડામાં સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિના રાષ્ટ્રવ્યાપી આંદોલનના સમર્થનમાં સજ્જડ બંધ

 
 
 
 
                          તાજેતરમાં બીજેપી સરકાર દ્વારા બંધારણમાં ફેરફાર કરી આર્થિક રીતે કમજોર સ્વર્ણ સમાજ અને દરેક ભારતીયને ૧૦ ટકા અનામત ખરડો પસાર કરવાની સાથે સંશોધનના નામે બંધારણમાં છેડછાડ કરવામાં આવતા અને સુપ્રીમકોર્ટે આદિવાસી સમાજને જંગલ ખાલી કરવાના ચુકાદાના પગલે ૫ માર્ચે સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ ના રાષ્ટ્રવ્યાપી અપાયેલા ભારત બંધન આંદોલનમાં અરવલ્લી જીલ્લામાં ભિલોડામાં સજ્જડ બંધ રાખી સમર્થન આપવામાં આવ્યું હતું. ભિલોડા પોલીસે બંધના એલાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જીલ્લાના મોડાસા, બાયડ, માલપુર, મેઘરજ, ધનસુરા તાલુકાના બજારો રાબેતા મુજબ ખુલ્લા રહ્યા હતા. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ૫ માર્ચે આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં ભિલોડામાં સંઘર્ષ સમિતિના સદશ્યો દ્વારા વહેલી સવારે બજારોમાં ફરી ભારત બંધના એલાનને સમર્થન આપવા વેપારીઓને આગ્રહ કરતા વેપારીઓએ બજાર બંધ રાખી સમર્થન અપાતા ભિલોડા શહેરમાં અભૂતપૂર્વ બંધને સફળતા મળી હતી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લાના તાલુકા મથકોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પૂર્વરત રહ્યું હતું ભિલોડામાં સજ્જડ બંધના પગલે તાલુકાના પ્રજાજનોને કામકાજ ખોરવાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.