પાટણમાં વ્યાજના વિષચક્રમાં ફસાયો યુવક, 33 લાખ વ્યાજે લીધા બાદ વ્યાજખોરોની ધમકી

પાટણ
પાટણ 212

કોરોના મહામારી વચ્ચે પાટણનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ સ્થાનિક વેપારી યુવકને પૈસાની જરૂર હોઇ એક ઇસમ પાસે 15 ટકા વ્યાજે 1,00,000 લીધા હતા. જે બાદમાં અવાર-નવાર એકને ચુકવવા બીજા પાસેથી અને બીજાને ચુકવવા ત્રીજા પાસેથી પૈસાની લેવડ-દેવડમાં વેપારી યુવકે કુલ 3 ઇસમ પાસેથી 33,62,000 લીધા હતા. જે બાદમાં ઇસમોએ અન્ય ઇસમો સાથે ભેગા મળી વારંવાર ઇસમને ઉપાડી જઇ વાડામાં ગોંધી રાખી છોડી મુકતાં હતા. આ તરફ મે મહિનામાં ઇસમો વેપારી યુવકના ઘરે આવીને ગાળાગાળી કરી મારામારી કરી હતી. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી ગઇ છે.

પાટણ શહેરના નાગરવાળા પોળીયામાં રહેતાં વેપારી યુવકે 6 ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ કેતન જગદિશભાઇ પ્રજાપતિ નામના યુવકે અગાઉ પૈસાની જરૂર હોઇ વાગદોડના કરણ દેસાઇ પાસેથી 1 લાખ 15 ટકાના વ્યાજે લીધા હતા. જે પૈસા ચુકવવા વેરાઇ ચકલા પાસે રહેતાં સુનિલ ઠાકોર પાસે 1.50 લાખ વ્યાજે લીધા હતા. આ સાથે પાટણના રાવલ કરણ પાસેથી 20 ટકા લેખે 1 લાખ લીધા હતા. જે બાદમાં અરસ-પરસ પૈસાની લેવડ-દેવડમાં તેને ત્રણેય ઇસમો પાસેથી કુલ 33,62,000 લીધા હતા. આ તરફ વેપારી યુવક પાસેથી ઇસમોએ બળજબરીથી ચેક પણ પડાવ્યાં હોવાનો ફરીયાદ ઉલ્લેખ કર્યો છે. આ સાથે યુવક બિમાર પડ્યા બાદ આ લોકોના ત્રાસથી ભાગીની પોતાની બહેનને ત્યાં ભાવનગર જતો રહ્યો હતો. જે બાદમાં પિતાએ પોલીસમાં અરજી આપ્યાનું જાણી તે પરત ઘરે આવતાં વ્યાજખોરો તેના ઘરની આગળ વોચ રાખતાં હતા.

આ દરમ્યાન અવાર-નવાર વેપારી યુવકને વ્યાજખોરો અને તેના મળતિયા ઉઠાવી જઇ વાડામાં ગોંધી રાખતાં હતા. જોકે રાત્રે તેના ઘરે છોડીને બીજા દિવસે પણ તેને ઉપાડીને લઇ જઇ રાત્રે છોડી મુકતાં હતા. આ તરફ 3 મેના રોજ વ્યાજખોર ઇસમોના સાગરીતો યુવકના ઘરમાં ઘુસીને તેની સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ સાથે વેપારી યુવકની પત્નિને બે-ત્રણ લાફા મારી દીધા હતા. જે બાદમાં હોબાળો થતાં ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે વેપારી યુવકે કરણ દેસાઇ, સુનિલ ઠાકોર, કરણ રાવલ, ભરતજી ઠાકોર, હાર્લી પ્રજાપતિ અને અજય નામના ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.