પાટણ ફાયર એન.ઓ.સી અને ફાયર સેફટી મામલે પાટણ જિલ્લાના ચારેય ધારાસભ્યને લેખિત રજૂઆત

પાટણ
પાટણ

પાટણ જિલ્લા બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા જિલ્લાના ચારેય ધારાસભ્યોને કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણવિભાગ દ્વારા તા ૨૪/૦૭/૨૦૨૪ના રોજ ૯ મીટર કરતા ઓછી ઉંચાઈ તથા ૫૦૦ ચો.મી. કરતા વધુ કાર્પેટ એરિયા ધરાવતી શાળાઓને FIRE NOC તથા FIRE સેફટીની વ્યવસ્થા ઉભી કરવા આદેશ કરેલ છે.

જે સંદર્ભે અમારી નમ્ર અરજ છે કે, જે સંસ્થાઓ શાળાઓ ગીચ વિસ્તાર, GIDC જેવા INDUSTRIAL AREA તથા શોપિંગ સેન્ટરમાં ચાલતી નથી, સાથે સાથે વિશાળ મેદાન ધરાવતી હોય, ખુબ જ ઓછી સંખ્યા બળ ધરાવતી હોય તેમજ ગ્રામ્ય કક્ષાના જાહેર ટ્રસ્ટો જે શખાવત થી ચાલે છે. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી આવી કોઇ જ ઘટના ન બની હોય તેવી શાળાઓને આ બાબતથી મુક્તિ આપવા માં આવે. અથવા આવી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા FIRE SYSTEM લગાવી આપવા તથા FIRE NOC મેળવી આપવામાં આવે તેવી માગ કરી આ મામલે સરકારમાં યોગ્ય જગ્યાએ રજુઆત કરવા તેઓએ લેખિતમાં વિનંતી કરી અગાઉ તમામ શાળાઓએ આ અંગે પણ મંડળ તથા શાળા દ્વારા જમા કરાવેલ હોવાનું જણાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.