
પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ નદી દિનની ઉજવણી કરાઈ
ભારત સરકાર ના નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની 31મી નેશનલ બાળ વિજ્ઞાન કોંગ્રેસ-2023 નું આયોજન કરી રહ્યું છે જેમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે પુનભા લોક વિજ્ઞાન કેન્દ્ર ના સહયોગ થી જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન 27 સપ્ટેમ્બર 2023 ના રોજ કરવામાં આવશે.આ કાર્યક્રમ 10 થી 17 વર્ષ ની વયના બાળકોને બાળ વૈજ્ઞાનિક બનવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે જે અંતર્ગત ગુજરાત કક્ષાએ નોંધાયેલ 2.5 લાખ વિદ્યાર્થીઓ અને તેમના 1.5 લાખ પ્રોજેકટ છે જેમાં પાટણ કક્ષાએ કુલ 4527 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી તેમાંથી 200થી વધારે વિદ્યાર્થીઓના પ્રોજેકટનું પ્રસ્તુતિકરણ સાયન્સ સેન્ટર ખાતે થઈ રહ્યું છે. તો આ ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો ને પ્રોત્સાહન આપવા માટે તમારી હાજરી અનિવાર્ય છે.
રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે આજે 24 સપ્ટેમ્બર 2023 ના રોજ વિશ્વ નદી દિન ની ઉજવણી સાથે નદીઓની રચના અને તેની ઉપયોગીતા વિશે સાયંટિફિક-શો સાથે ડ્રોન ટેક્નોલૉજી, હ્યૂમન એનાટોમી, પ્રકાશિય ઉપકરણો અને હાઈડ્રોપોનિક્સ ટેક્નિક પર વર્કશોપ યોજાઈ જેમાં 450થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઈંટરેક્ટિવ મોડેલના માધ્યમથી માનવ શરીરના વિવિધ ભાગો, જળકૃષિ ની વિવિધ તકનિક અને પ્રકાશિય ઉપકરણો વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું.સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યુ કે વિશ્વ નદી દિન દર વર્ષે સપ્ટેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. દર વર્ષે નદીઓ વિશે જનજાગૃતિ વધારવા, તેમના સંરક્ષણને પ્રોત્સાહિત કરવા અને તેના મૂલ્યોને પ્રકાશિત કરવા માટે ઉજવાય છે.