
પાટણ સાયન્સ સેન્ટર ખાતે ગ્રીન કેમેસ્ટ્રી હાઇડ્રોપોનિક્સ અને હ્યૂમન એનાટોમી પર વર્કશોપ યોજાયો
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 25 મી ઓક્ટોમ્બર 2023ના રોજ ગ્રીન કેમેસ્ટ્રી, હાઇડ્રોપોનિક્સ અને હ્યૂમન એનાટોમી પર વર્કશોપ યોજાયો હતો . જેમાં 250થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇંટરેએકટીવ મોડેલના માધ્યમથી ગ્રીન કેમિસ્ટ્રીના સિદ્ધાંતો, વિવિધ હાઇડ્રોપોનિક્સ તકનીકો, માનવ શરીરના વિવિધ ભાગો અને તેના કર્યો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની વર્કશોપ સમુદાયમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાનને પોષવા માટે સાયન્સ સેન્ટર ની પ્રતિબદ્ધતાને પુષ્ટ કરે છે સાથે જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને સુલભ બનાવે છે. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે સાયન્સ સેન્ટર સાયન્ટિફિક શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, જે સ્થાનિક સમુદાયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ઊંડી સમજને પ્રોત્સાહન આપી રહ્યું છે.