પાટણમાં એટીએમ અને એપથી ૧.૯૪ લાખ ઉપાડી લીધા

પાટણ
પાટણ 82

રખેવાળ ન્યુઝ પાટણ : પાટણમાં ત્રણ ઇસમો સામે બેંકમાં ફાઇનાન્સિયલ ફ્રોડનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે. ત્રણ અજાણ્યાં ઇસમોએ ગત દિવસે બેંકના એટીએમ અને બેંક એપ્લિકેશનનો ઉપયોગ કરી ૧.૯૪ લાખ ઉપાડી બેંકમાં પરત જમા નહી કરાવતાં ફરીયાદ નોંધાઇ છે. આ સાથે ખોટી રીતે કમ્પેલેઇન બુક કરી બેંક કસ્ટમર કેર તથા બેંક સિસ્ટમની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઇ છે. પાટણ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાના કેસ વિભાગના ડેપ્યુટી મેનેજર ભગવાનજી હાથીજીએ ત્રણ અજાણ્યાં ઇસમો સામે ફરીયાદ નોંધાવી છે. જેની વિગતો મુજબ ગત ૭ ડીસેમ્બર ૨૦૨૦ ના રોજ બી.જી. એલ. ચેક કરવા દરમ્યાન એટીએમમાં શંકાસ્પદ વ્યવહારો થયાનું જણાઇ આવ્યુ હતુ. જેમાં તપાસ કરતાં અજાણ્યાં ઇસમોએ એટીએમનો ઉપયોગ કરી કેસ ડીપોઝીટ મશીનમાં રૂપિયા જમા કરાવી એજ રૂપિયા ફરીથી એટીએમમાંથી ઉપાડી અને ખોટી કમ્પલેઇન બુક કરાવી હતી. આ સાથે બેંક પાસેથી તેમના ખાતામાં જમા કરાવેલા નાણાં પણ પરત જમા કરાવ્યા હતા.સૂત્રોએ જણાવ્યું હતુ કે, બેંક દ્રારા તપાસને અંતે કેટલાંક એકાઉન્ટ હોલ્ડ કરી કુલ૨૭,૦૦૦ રીકવર કર્યા હતા. જેને લઇ બેંકના ડેપ્યુટી મેનેજરે ૩ ઇસમો સામે ફાઇનાન્સિયલ ફ્રોડનો ગુનો નોંધાવ્યો છે. જેમાં ૨૫-૧૧-૨૦૨૦ થી ૨૮-૧૧-૨૦૨૦ સુધી બેંક અને એટીએમ તેમજ બેંકની એપ્લિકેશનનો ઉપયોગ કરી ખોટી રીતે કમ્પલેઇન બુકી કરી કસ્ટમર કેર અને બેંક સિસ્ટમ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ પાટણ એ ડીવીઝન પોલીસે અજાણ્યાં ૩ ઇસમો સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.