
ખોડલ ધામનો રથ પાટણ આવી પહોંચતા રથનું સામૈયું કરી માતાજીની આરતી કરાઈ, મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટ્યો
પાટણના સંડેર ગામમાં અંદાજે 50 વીઘા જમીનમાં બીજા ખોડલધામ મંદિર નિર્માણનું આયોજન કરાયું છે. મંદિરના નિર્માણ માટે આગામી 22 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના હસ્તે ભૂમિપૂજન કરાનાર છે.ત્યારે ખોડલધામનો રથ પાટણ આવી પહોંચતા પાટણ શહેર ના બગવાડા ખાતે રવિવારે રાત્રે રથ માં માતાજી ની આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ના લોકો ઉપસ્થિત રહતે બગવાડા ખાતે માનવ મહેરામણ ઉમટયો હતો.
સૌરાષ્ટ્રમાં કાગવડ ગામે આવેલ ખોડલધામ મંદિર સમગ્ર પાટીદાર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પાટીદારો દ્વારા મંદિર સાથે કૃષિ, શિક્ષણ અને આરોગ્યના કેન્દ્ર ઊભા કરી સેવા અને શ્રદ્ધાના સમનવ્ય સાથે પાટણના સંડેર ગામમાં અંદાજે 50 વીઘા જમીનમાં બીજા ખોડલધામ મંદિર નિર્માણનું આયોજન કરાયું છે. મંદિરના નિર્માણ માટે આગામી 22 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના હસ્તે ભૂમિપૂજન કરાનાર છે.
ત્યારે ખોડલધામનો રથ પાટણ આવી પહોંચતા પાટણ શહેર ના બગવાડા ખાતે રવિવારે રાત્રે આરતી નું આયોજન પાટણ ધારા સભ્ય કિરીટ પટેલ ઉપસ્થિત માં કરવામાં આવ્યું હતું જ્યાં પાટીદાર સમાજ ના લોકો એ માતાજી ની આરતી ઉતરવાનો લ્હાવો લોધો હતો . ત્યારે આ રથ હવે ગામડાઓમાં આમંત્રણ આપવા માટે પરિભ્રમણ કરશે. રથનું ઠેર ઠેર સામૈયું,સ્વાગત અને સન્માન થશે.આમએક મહિના સુધી ખોડલધામનો આ રથ અંદાજે 250 જેટલા ગામમાં ફરશે.