પાટણ શહેરના 49 વિસ્તારમાં 93 લાખના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવાના કામનું ખાત મુહૂર્ત કરાયું

પાટણ
પાટણ

પાટણ શહેરમાં નગરપાલિકા વોટરવર્ક્સ શાખા દ્વારા 3 કરોડ 79 લાખના વિકાસના કામોમાંથી 93 લાખના ખર્ચે શહેરના 49 વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વોડ નંબર 2માં આવેલા ગોળશેરીથી વખારના પાડા સુધીનું કામના ખાત મુહૂર્ત ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી.પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, વોટરવર્ક્સ શાખા શાખાના ચેરમેન દીક્ષિત પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ તથા નગરપાલિકાના બધા કોર્પોરેટર અને વોટર વર્કસ શાખાના અધિકારી જે.વી. પટેલ ભરતભાઈ મોદી અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.