પાટણ સાયન્સ સેન્ટર ખાતે મહેસાણા-બ.કાં.ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે શનિવારે ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રાયોજિત મહેસાણા અને બ.કાંઠા શાળા તથા ભારતીય માનક બ્યુરો-અમદાવાદ પ્રાયોજિત મહેસાણાની ચાર શાળાઓના 200 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૃથ્વીની ઉત્પત્તિ અને આધુનિક ખેતી પર સાયન્ટિફિક-શો સાથે નિષ્ણાત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી પ્રકાશીય ઉપકરણો, તેના કાર્ય સિદ્ધાંત અને ઉપયોગો વિશે તથા આબોહવા પરિવર્તન, તેના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે અને હાઈડ્રો પોનિક્સ ખેતી અને તેના પ્રકારો, બીજના રોપણ થી તેના અંકુરણ વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડોક્યુમેન્ટ્રી-શો ના માધ્યમથી ભારતીય માનક બ્યુરો, તેનું મહત્વ અને તેના કાર્યો વિશે સહભાગીઓને જાણકારીઆપવામાં આવી હતી.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ જણાવ્યું કે સાયન્સ સેન્ટર વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે ખુબ મહત્વ ધરાવે છે જે ઇન્ટરેક્ટિવ વૈજ્ઞાનિક પ્રદર્શનો તથા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ માં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાનની ઉતેજનાને પ્રોત્સાહિત કરે છે. આમ સાયન્સ સેન્ટર આ પ્રદેશના બૌદ્ધિક વિકાસમાં ફાળો આપે છે.