પાટણના રોડ-રસ્તાના માર્ગો ઉપરની મેન ચેમ્બરોના હોલમાં ખાનગી કંપનીના કેબલો પસાર થતા ભૂર્ગભ લાઈન ચોકઅપ

પાટણ
પાટણ

પાટણ શહે માં નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરતા કન્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર નટુભાઈ પટેલના જણાવ્યાં અનુસાર તાજેતરમાં પાટણ શહેરની ગોલ્ડન ચોકડી થી લઈને દિવ્યા આશિષ સોસાયટી તરફ જતા રોડ રસ્તાના માર્ગો ઉપરની મેન ચેમ્બરોના હોલમાં ખાનગી કંપનીના કેબલો પસાર થતા લાઈન ચોક થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જ્યારે ગોલ્ડન ચોકડી માર્ગ ઉપર ના મુખ્ય ચેમ્બરોના હોલમાં સાબરમતી ગેસની મોટી લાઈન પસાર થતી જોવા મળેલ છે. પાટણ શહેરના ઈકબાલ ચોક માર્ગ પર તેમજ રખતાવાડ મોહલ્લાની અંદર જીઈબી દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલની નાખવાની કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરની લાઈન ડેમેજ થઈ જતા પાટણ શહેરમાં આવી રીતે અનેક જગ્યાએ અંદર ગ્રાઉન્ડની ભૂગર્ભ લાઈનો ડેમેજ થઈ હોવાના એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવવા પામ્યા છે.

જેના કારણે સમગ્ર પાટણ શહેરના નગરજનો ને પારિવારિક મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે શહેરના ઉંચી શેરી, આધારા દરવાજા થી મોટીસરા તરફ જતા માર્ગો ઉપર ડિસિલન્ટ મશીન થી કાદવ કાઢવાની કામગીરી દરમિયાન ધન કચરો મોટા પ્રમાણમાં કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે વાસણો ચમચીઓ જીન્સના પેન્ટ, ડાયપર, જેવા કપડા ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવી હતી તેવું વધુમાં કન્સ્ટ્રકશનના કોન્ટ્રાક્ટર નટુભાઈ પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.