હારીજમાં બેફામ કારે રીક્ષા-બાઇકને અડફેટે લીધા, યુવકનું ઘટનાસ્થળે જ મોત, 1 ઇજાગ્રસ્ત

પાટણ
પાટણ 59

હારીજ-સમી હાઇવે પર બેફામ કારે રીક્ષા અને બાઇકને ટક્કર મારતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો હોઇ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. વિગતો મુજબ બેફામ સ્પિડે હાઇવે પરથી પસાર થતી કારે રીક્ષા અને બાઇકને ભયાનક ટક્કર મારી હતી. જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હોઇ સારવાર અર્થે ખસેડાયો હતો. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવકે અજાણ્યાં ફરાર કારચાલક સામે હારીજ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

પાટણ જીલ્લાના હારીજ-સમી હાઇવે પર ટીમ્બા હનુમાન પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. શનિવારે સવારના સમયે હારીજથી સમી હાઇવે પર એક કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી રીક્ષા અને બાઇકને અડફેટે લીધા હતા. જેમાં હારીજથી કપડાને લઇ જતો રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. જોકે એની આગળ બાઇક પર જતાં અજાણ્યાં યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. અકસ્માત સર્જીને કાર સ્થળ પર જ મૂકીને કારચાલક નાસી છુટ્યો હતો.

શનિવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યાં બાઇક ચાલકનું મોત થયુ છે. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત રીક્ષાચાલક રવિ ઇશુભાઇ વાઘરીને તાત્કાલિક સારવાર અર્થે હારીજ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સાથે હારીજ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત રવિભાઇએ અજાણ્યાં ફરાર કારચાલક સામે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. હારીજ પોલીસે ફરાર ચાલક વિરૂધ્ધ આઇપીસી 304A, 279, 337 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 187, 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.