પીપળીધામે દર્શન કરી પરત ફરી રહેલા સમીના બે વેપારીઓના માર્ગ અકસ્માતમાં મોત

પાટણ
પાટણ 143

રખેવાળ ન્યુઝ પાટણ
કોરોનાની મહામારી વચ્ચે પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર માર્ગ અકસ્માતના બનાવો પણ સર્જાતા રહ્યા છે ત્યારે રવિવારના રોજ પાટણ જિલ્લાના સમી નાં બે વેપારીનાં માર્ગ અકસ્માતની ઘટનામાં કરૂણ મોત નિપજ્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ

સમી ના બે વેપારીઓ ગાડીમાં રવિવારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પાસે આવેલ પીપળીધામ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટીચંદુર પાસે વહેલી સવારે ટ્રક સાથે ગાડી અથડાતાં બન્ને વેપારીના કરુણ મોત નિપજયા હતા.

સમી ખાતે વર્ષોથી મશીનરીનો વ્યવસાય કરતા અને સેવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા ડાહ્યાભાઈ પટેલ અને કરિયાણાના વેપારી તથા સેવાભાવી ધનાભાઈ પ્રજાપતિ પીપળી મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા જ્યાંથી દર્શન કરી વહેલી સવારે સમી પરત આવવા નીકળ્યા ત્યારે મોટીચંદુર પાસે ૬ઃ૦૦ વાગ્યા ની આસપાસ સામેથી આવતી ટ્રકે ટક્કર મારતા ધનાભાઈ પ્રજાપતિ ને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ડાયાભાઈ પટેલને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાટણ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં એકી સાથે બે વેપારીઓના મોત થતાં સમી બજારનાં વેપારીઓ માં શોક છવાયો હતો અને તમામ વેપારીઓ એ પોતાનાં ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખી બંને વેપારીઓ ના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.