ઊંઝા ઓવરબ્રિજ ઉપર સ્વિફ્ટ ગાડીમાં રૂપિયા ૧.૨૧ લાખનો વિદેશી દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

પાટણ
પાટણ

કુલ રૂપિયા ૩‌.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત : ઊંઝા હાઇવે પર આવેલ પેટ્રોલપંપ સામે ઓવરબ્રિજની ઉપર મારૂતિ કંપનીની સ્વિફ્ટ ગાડીમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ ટીન નંગ ૪૨૩ અને પેટીઓ નંગ ૧૯ છૂટક બોટલ ૧૨૩ મળી કુલ રૂપિયા ૧,૨૧,૪૫૫ ના દારૂના જથ્થા સાથે ઊંઝા પોલીસે બે ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો અનુસાર ઊંઝા પોલીસને ખાનગી બાતમી મળેલ કે, એક સફેદ કલરની મારૂતિ કંપનીની સ્વિફ્ટ ગાડી નંબર પ્લેટ વગરનીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે.

જેથી પોલીસે હાઇવે પર વોચ ગોઠવીને પસાર થઈ રહેલ મારૂતિ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ ટીનો નંગ ૪૨૩ પેટી નંગ ૧૯ છૂટક બોટલ ૧૨૩ મળી કુલ રૂપિયા ૧,૨૧,૪૫૫ તેમજ સ્વિફ્ટ ગાડી મોબાઇલ ફોન રોકડ રકમ મળી કુલ મુદામાલ રૂપિયા ૩,૩૪,૪૫૫ ની હેરાફેરી કરતા બે ઇસમો ચાલક સંમુદર રૂપારામજી શર્મા બ્રાહ્મણ રહે. રાણાસર કિલ્લા જાણીયો કી બેરી તા. ધોરીમના જી.બાડમેર તેમજ દિનેશ પુનમારામ બોલા રહે. રાણાસર ગુંડામલાની જી.બાડમેરને ઝડપી લઈ તેમજ સદર મુદ્દામાલ ભરેલી ગાડી આપનાર દિનેશ ઉર્ફે મેવારામઘોદાસ રહે.ગોદારા સાંચોર રાજસ્થાન સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.