
સમીના ઝીલવાણામાં સામાન્ય બાબતે બે શખ્સોએ આધેડ પર ધારિયાથી હુમલો કર્યો
ઝીલવાણા ગામે રહેતા જલાભાઈ હરીભાઈ વઢેરની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગામના તળાવ પાસે આવેલ વાડામાં ગયેલા હતા. તેમની બાજુમાં અજાભાઈ વઢેરનો વાડો આવેલ હોઈ અજાભાઈના વાડામાંથી ઝાડના ડાળા તેમના વાડામાં આવતાં હોઈ ઝાડના કાપવાનું કહેતા અજાભાઈએ કહેલ કે તારાથી જે થાયતે કરી લે ડાળા કાપવાના નથી તેમ કહીને ધરે જતાં રહેલ અને જલાભાઈ તેમના ધરે જઈ રહ્યાં હતા.
તે સમયે ગામના ચોકમાં પહોંચતા વઢેર પરમાભાઈ કુબેરભાઈ અને વઢેર અજાભાઈ કુબેરભાઈ હાથમાં ધારીયું અને લાકડી લઈ આવી હુમલો કરતાં જલાભાઈને ઈજાઓ પહોંચાડી અન્ય લોકો આવી જતાં ત્યાંથી જતાં રહેલ જલાભાઈની દિકરીએ જલાભાઈને સારવાર અર્થે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જલાભાઈ વઢેરે સમી પોલીસ મથકે પરમાભાઈ કુબેરભાઈ વઢેર અને અજાભાઈ કુબેરભાઈ વઢેર સામે ફરિયાદ નોંધાવી છે.