સિદ્ધપુર તિરૂપતિ નગરના મકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા બે ના મોત ત્રણ દાઝ્યા
ઈજાગ્રસ્ત બનેલા ત્રણેય ને પ્રાથમિક સારવાર સિધ્ધપુર હોસ્પિટલમાં આપ્યાં બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા
બનાવને પગલે ફાયર ટીમો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
સિધ્ધપુરના તિરુપતિ નગરમાં ગત મોડી રાત્રીએ રહેણાંક મકાનમાં અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતા ઘરમાં ઉપરના માળે મીઠી નિદર માણી રહેલા પરિવારના એક 4 વર્ષીય બાળક અને એક 65 વર્ષીય મહિલાનું ગુંગળામણ ના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની સાથે પરિવારના અન્ય 3 લોકો આગની લપેટમાં દાઝી ઇજાગ્રસ્ત બન્યા હોવાનું તેમજ બનાવ ના પગલે પોલીસ અને ફાયર વિભાગ ની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટના ની મળતી માહિતી મુજબ સિધ્ધપુર શહેરમાં આવેલ તિરૂપતિ નગર ના રહેતા જીતેન્દ્ર રાવલ ના મકાન મા ગત મોડી રાત્રે રસોડામાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. આગની ઘટનામાં મકાનમાં મીઠી નિદર માણી રહેલા પરિવારના પાંચ સભ્યો પૈકીના નીચેના રૂમમાં નિદર માણી રહેલા જીતેન્દ્રભાઈ સહિત ના ત્રણ સભ્યો આગની લપેટમાં ઈજાગ્રસ્ત બન્યા હતા જયારે ઉપરના માળે આરામ કરી રહેલા અને બહારગામ થી આવેલા જીતેન્દ્રભાઈ ના ફઈ ઉ.વ. 65 અને જીતેન્દ્રભાઈ ના પૌત્ર ઉવ.4 નું આગના કારણે ઉઠેલા ધુમાડાના કારણે ગુંગળામણ થવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આગની ઘટના ની જાણ થતાં સિધ્ધપુર પાલિકા ફાયર ફાઈટર ની બે ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી તો સિધ્ધપુર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આગ મા ઈજાગ્રસ્ત બનેલા જીતેન્દ્રભાઈ સહિત અન્ય બે વ્યક્તિ ને સારવાર માટે પ્રથમ સિધ્ધપુર હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો આ આગ શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સિધ્ધપુરના તિરૂપતિ નગરમાં ગતરોજ મોડી રાત્રે લાગેલી આગના કારણે અફડા તફડી મચી જવા પામી હતી અને લોકો ના ટોળે ટોળાં ધટના સ્થળે ઉમટી પડયા હતા.
Tags injured night Siddpur Two killed