પાટણમાં ગાડીચાલકની બેદરકારીને કારણે ઝૂંપડપટ્ટીમાં ઘૂસી, બે લોકોનાં મોત

પાટણ
પાટણ

આજે પણ પાટણમાં વહેલી સવારે ગાડીચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં બે લોકોનાં મોત થયાં છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધને ટક્કર મારતાં બંનેનાં મોત થયાં હતાં.

પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર ગુરુવારે સવારે 8 વગ્યાની આસપાસ બેકાબૂ આવી રહેલી માર્શલ ગાડીના ચાલકે પોતાનો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી રસ્તા પરથી ઊતરીને પૂરઝડપે અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાથરૂમમાં કપડાં ધોઈ રહેલી 21 વર્ષની યુવતીને હડફેટે લઈ ફંગોળ્યાં હતાં. ગાડીએ અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત થયાં હતાં. મૃતક 1 – સહિસ્તા દાદામિયાં સૈયદ (ઉં.વ 20) 2 – દિલાવર ભાઈ રશીલ બલોચ (ઉં.વ 60)

સુત્રોએ જણાવ્યું હતુ કે, બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને ગાડીથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. ગાડી સદનસીબે એક જ મકાનમાં ઘૂસી ઊભી રહેતાં વધુ લોકોને અડફેટે લે એ પહેલાં ઊભી રહેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગાડીચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.