રાધનપુરના સરદારપુરા – સિનાડ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે નાં મોત

પાટણ
પાટણ 51

પાટણ જિલ્લાના હાઈવે માર્ગ પરથી ગફલતભરી રીતે અને પુર ઝડપે પસાર થતા વાહનચાલકો દ્વારા અવાર નવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે અને આવા માર્ગ અકસ્માતના બનાવોમાં અનેક નિર્દોષ માનવ જીંદગી મોતનાં મુખમાં ધકેલાતી હોય છે ત્યારે બુધવારના રોજ રાધનપુરના સરદારપુરા અને સિનાડ ગામ વચ્ચે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં બે નિદોર્ષ જીંદગી મોત નાં મુખ માં ધકેલાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માત ની મળતી હકીકત મુજબ બુધવારના રોજ વારાહી ભીડ ભંજન હનુમાનજી ગૌ શાળામાં સેવા આપતા પંચાલ બાબુભાઈ રામજીભાઈ અને સાધુ રાધેશ્યામ જમનાદાસ કોઈ કામ માટે બાઈક નં જીજે ૨૪-એએલ ૮૭૯૦ પર રાધનપુરના સરદારપુરા સિનાડ માગૅ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પુ રઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલાં ગાડી નં.જીજે.૧૨.ડીએ.૫૨૮૩ ચાલકે ધડાકાભેર બાઈક સાથે પોતાની કાર અથડાવતાં બાઈક સવાર બન્ને સેવાભાવી વ્યક્તિ રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને નાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ અકસ્માતનાં બનાવની જાણ વારા હી ભીડ ભંજન હનુમાનજી ગૌશાળાનાં ગૌ સેવકોને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનો રોડ પરથી દુર કરી મૃતકોની લાશનું પંચનામુ કરી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.