સાંતલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વાહનચાલકોને હેરાન કરતા હોવાની ફરિયાદ SPને કરાઈ હતી

પાટણ
પાટણ

પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલોને પાટણ જીલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફળાટ વ્યાપી જવા પામ્યો હતો. નોંધનીય છે કે, ફરજ મોકૂફ કરાયેલા કર્મીઓન વાહન ચાલકોને હેરાન કરતાં હોવાની રાવ ઉઠતાં કાર્યવાહી કરાઈ છે.

સાંતલપુર પોલીસ સ્ટેશનના બન્ને પોલીસ કોન્સેટબલોને એસ. પી દ્વારા સસપેન્ડ કરવામાં આવ્યા હતા.સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિરમભાઈ આહિર અને દિલીપભાઈ કોન્સ્ટેબલ તરીકે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે જીલ્લા પોલીસ વડાને કરવામાં આવેલી રજુઆતમાં કોન્સ્ટેબલો દ્વારા નેશનલ હાઈવે પર વાહન ચાલકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રજુઆત થવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.