
પાટણ શહેરમાં આરોગ્ય સેવાઓ માટે ત્રિ-વેણી સંગમનો કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ શહેરમાં આરોગ્ય સેવાઓ માટે ત્રિવેણી સંગમનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પદ્મનાભ ચોકડીની બાજુમાં રેડ ક્રોસ ભવન ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-3ને નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમારના વરદ હસ્તે તથા કોર્પોરેટર જયેશ પટેલ, ભવાનજી ઠાકોર, શાન્તાબેન પટેલની હાજરીમાં કાર્યાવિન્ત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાનના નેમ હેઠળનું આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત રેડ ક્રોસ સોસાયટી પાટણના સહયોગ થકી રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 બોટલથી વધુ બોટલો રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતુ. આયુષ્માન ભવ કાર્યક્રમ હેઠળ અંગદાન મહાદાન અંતર્ગત જનસમુદાયમાંથી વધુમાં વધું વ્યક્તિઓ અંગદાન કરવા આગળ આવે તે માટે મોટીવેટ કરવા માટે વિવિધ અધિકારીઓની હાજરીમાં આરોગ્ય કર્મચારીઓ, જન સમુદાયને અંગદાન શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ હેતલબેન પરમાર, રેડ ક્રોસના ચેરમેન ડૉક્ટર અરવિંદભાઈ, રેડ ક્રોસના સેક્રેટરી ડોક્ટર મોનીષ શાહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ડી.બી.પટેલ,તાલુકા હેલ્થ ઓફિસર, ડૉ.અલ્પેશ સોહેલ, તેમજ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં-11 ના કોર્પોરેટરઓ, આરોગ્યનો તમામ સ્ટાફ ,પત્રકાર મિત્રોએ અને આજુબાજુ વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.