પાટણ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા
પાટણ શહેરમાં ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા છે.ત્યારે થોડા દિવસ અગાઉ પાટણ શહેરની કેટલીક સોસાયટીઓમાં ચડ્ડીગેંગે આતંક મચાવ્યો હતો.ત્યારે પાટણ ડીસા હાઈવે માર્ગ ઉપર આવેલા સદભાવ હોસ્પિટલની સામે આવેલ બે દુકાનો અને શહેરની શ્રી દેવ કોમ્લેક્સમાં આવેલી બે દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે પણ સવાલ ઊભા થયા છે.
પાટણ ડીસા હાઇવે માર્ગ ઉપર સદભાવ હોસ્પિટલની સામે આવેલ મેશ્વા ઓટો પાર્ટ્સ એન્ડ એસેસરીઝની દુકાનમાંથી સાતથી આઠ હજાર રૂપિયાની રોકડ અને કેટલોક માલ સામાનની ચોરી થઇ હોવાનું દુકાન માલિક પ્રકાશભાઈ સુથારે જણાવ્યું હતું.તો બાજુમાં આવેલ મારુ પાટણ નામના પાર્લર માંથી પણ 6,000 ના બે રાઉટર 7800 ની રોકડ અને બીડી સિગારેટના કેટલાક પેકેટની ચોરી થવા પામી હોવાનું દુકાનના માલિક સંદિપ દરજીએ જણાવ્યું હતું. આજે સવારે જ્યારે દુકાને આવ્યો ત્યારે દુકાનનું શટર તૂટેલી હાલતમાં હતું અંદર આવીને જોયું તો ગલ્લામાં રાખેલ રૂ 7800 અને 6 હજારના બે રાઉટર અને બીડી સિગારેટ સહિત કેટલોક મુદ્દામાલ ચોરાયો હોવાનું જણાવ્યું હતું.શહેરના શ્રી દેવ કોમ્લેક્સમાં આવેલી ગોલ્ડન બેકરી અને અંબિકા ગોલ્ડ ફાઇનસની દુકાન તોડવાનો પ્રયાસ કરાયો હતો જેમાં ગોલ્ડન બેકરીમાં અંદર પ્રવેસી માલ સમાન ફેદયો હતો પણ કાઈ મળ્યું ના હતું તો અંબિકા ગોલ્ડ ફાઇનસ નું તાળુ ચોરી કરવાનો પ્રયાસ કરો હતો પણ ફોગટનો ફેરો પડ્યો હતો. ઘટનાની જાણ પાટણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવી છે.