
રાધનપુર ગંજ બજાર ની બાજુની ગ્રીનપાર્ક સોસાયટી નજીક ના વાડા માં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠતા વેપારીઓના જીવ પડીકે બંધાયા
પાટણ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર ખાતે શનિવારની મોડી સાંજે ગંજ બજાર ની બાજુની ગ્રીનપાર્ક સોસાયટી નજીક ના વાડામાં અગમ્ય કારણો સર વિકરાળ આગ ભભૂકી ઉઠતા ગંજ બજારના વેપારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો આગ લાગવાની જાણ રાધનપુર ફાયર ફાઈટરને કરાતા તેઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો તો રાધનપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ ઘટનાની મળતી હકીકત મુજબ શનિવારની સાંજે રાધનપુરગંજબજાર ની બાજુ માં આવેલ ગ્રીનપાર્ક સોસાયટી નજીક ના વાડા માં કોઈ કારણ સર આગ લાગતાં ગંજ બજારના વેપારીઓમાં દહેસત સાથે અફરા તફરી નો માહોલ સજૉયો હતો તો બનાવની જાણ રાધનપુર પાલીકાના ફાયર ફાઇટર ને કરતા તેઓએ ધટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા નાં પ્રયત્નો શરૂ કયૉ હતા.
તો આગ લાગવાની જાણ થતાં લોકો ના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. તો આગના કારણે કોઈ અનિચ્છનીય ધટના ન ધટે તે માટે રાધનપુર પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી.
રાધનપુર ગંજ બજાર ની બાજુમાં આવેલ ગ્રીનપાર્ક સોસાયટી નજીક ના વાડામાં લાગેલી આગ માં ગંજ બજાર ના વેપારીઓ ને કોઈ નુકશાન નહિ થતાં વેપારીઓએ રાહત નો દમ લીધો હતો.