
પાટણની રાણકીવાવમાં પ્રવાસીઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવી
વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જોવા આજનો દિવસ માટે મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈ રાણીની વાવ પરિસરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યાં હતા. આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ રાણીની વાવની કલા કોતરણી અને શિલ્પ સ્થાપત્ય જોઈને અભિભૂત બન્યાં હતા.પાટણ શહેરની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જોવા માટે સરકાર દ્વારા વિશ્વ વિરાસત દિન નિમિત્તે આજનો દિવસ વિનામૂલ્ય પ્રવેશ આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને વિશ્વ વિરાસત દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે વિશ્વ વિરાસત દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી હતી. સરકાર દ્વારા ફ્રી એન્ટ્રી રાખવા બદલ આનંદની લાગણી પણ અનુભવી હતી. ભારત સરકારના આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા દેશના તમામ ઐતિહાસિક સ્મારકો અને સ્થળો ખાતે વિશ્વ વિરાસત દિન નિમિત્તે વિનામૂલ્ય પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી. આ અંતર્ગત પાટણની વિશ્વવિરાસત રાણીની વાવને જોવા આવનાર પ્રવાસીઓ માટે પણ ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી.
ચાલુ દિવસો દરમિયાન વિશ્વ વિરાસત રાણીની વાવ જોવા માટે ટિકિટનો દર ભારતીય પ્રવાસીઓ માટે રૂપિયા 40 અને વિદેશી પ્રવાસીઓ માટે 600નો ટિકિટ દર રાખવામાં આવેલો છે. પરંતુ વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે એક દિવસ માટે મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી રાણીની વાવ પરિસરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. જેને લઈ આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ રાણીની વાવની કલાકોતરણી અને શિલ્પ સ્થાપત્ય જોઈને અભિભૂત બન્યાં હતા