પાટણ પાલિકાની ૫ બેઠકો પર પતિ-પત્ની અને પુત્રને ટિકિટ; ૧૪ ચહેરા રિપીટ થિયરીમા જાહેર, ૩૦ નવા ચહેરા ભાજપ સાથે બાથ ભીડશે

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ : પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ થયા બાદ લોકોની ઇન્તેજારી વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થયા બાદ આખરે ૪૪ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ૮ પૂર્વ કોર્પોરેટર ફરીથી રિપિટ કરાયા છે. ગઈ ચૂંટણીમાં હારેલા એક ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે ૫ બેઠકો ઉપર પતિ-પત્ની અને પુત્રને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પક્ષ સાથે દગો કરનાર પૂર્વ કોર્પોરેટરોને કાપવામાં આવ્યા છે.નામો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. કોંગ્રેસ પક્ષે ભાજપના ૨૧ નવા ચહેરા સામે ૩૦ નવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થયા પછી જિલ્લા કોંગ્રેસ ઇન્ચાર્જ પ્રમુખ શંકરજી ઠાકોર દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી આ વખતે પાછલી ચૂંટણી જેવો ઉગ્ર પાટીદાર આંદોલનનો માહોલ ન હોવાથી અને ગત ટર્મમાં આંતરિક વિખવાદોના કારણે પાલિકા પક્ષની ખરડાયેલી છબીના કારણે ઉમેદવારોની પસંદગી માટે ભારે મસકકત કરી હતી. જેમાં ભાજપને કઈ રીતે મ્હાત કરી શકાય તે માટે વોટ બેંકના સમીકરણો ધ્યાને લઇ આખરી મહોર મારી હતી.
કોંગ્રેસ દ્વારા પૂર્વ કોર્પોરેટર બાબુલાલ માસ્તરના બદલે તેમના પુત્ર હરેશભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ ઉષાબેન પટેલના પતિ દીપકકુમાર, પૂર્વ પ્રમુખ અલકાબેન પટેલના પતિ જયેશભાઈને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર ડો. આનંદ દેસાઇને બદલે તેમના પત્ની અને ઘેમરભાઈ રબારીને બદલે તેમના પત્નીને ટિકિટ આપી છે. આ ઉપરાંત ગઈ ચૂંટણીમાં વોર્ડ નંબર ૨ માં હારી ગયેલા મહિલા ઉમેદવાર વિણાબેન રાવલને પણ ફરી તક આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.