સમગ્ર જૂન મહિના દરમ્યાન ફેસબુકના માધ્યમથી લાઈવ યોગ નિદર્શન કાર્યક્રમ યોજાશે

પાટણ
પાટણ 141

પાટણ શહેર સહિત જીલ્લામાં પ્રજા સ્વસ્થ રહે તે માટે વહીવટી તંત્ર અને સામાજીક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન  આપણું પાટણ સ્વચ્છ પાટણ નામનું પેજ પર  સવારે અડધો કલાક યોગ તજજ્ઞો દ્વારા ઉપયોગ કરાશ, સાંજે રાત્રિ દરમિયાન અડધો કલાક મોટીવેશન સ્પીકર દ્વારા કોરોના સામે સુરક્ષિત રહેવા માર્ગદર્શન સાથે મોટીવેશન કાર્યક્રમ રજુ કરાશે જે જિલ્લાવાસીઓ નિહાળી શકશે.
જે અંતર્ગત શનિવારે કલેકટરની અધ્યક્ષતામાં એક પ્રેસ મીટીંગ યોજાઈ હતી જેમાં માં પરિવારના  દર્શક ત્રિવેદી દ્વારા જણાવ્યું હતું કે ફેસબુક પર આપણું પાટણ સ્વસ્થ પાટણ નામનું પેજ બનાવ્યું છે આ પેજ પરથી સવારે 6:30 થી7:00 વાગ્યા સુધી શહેર સહિત રાજ્યભરના યોગગુરૂ દ્વારા  જુના સર્કિટ હાઉસ ખાતેથી લાઈવ યોગ અને પ્રાણાયમ  કરાવવામાં આવશે તેમજ  રાત્રે 9:00 થી 9:30  વાગ્યા સુધી કલેકટર, એસપી ,  સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને ઉચ્ચકોટી ના સંગીતકાર , મોટીવેશન સ્પીકર રાત્રે  લાઈવ આવી પ્રજાને કોરોના સામે  સ્વરક્ષણ માટે માર્ગદર્શન આપશે.આ મિટિંગમાં ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, શિક્ષણાધિકારી અર્જુનસિંહ  ઝાલા, સહિતના અધિકારી , શહેરના અગ્રણીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.