
પાટણમાં દારૂની બોટલ ખરીદવા આવેલા બે સહિત રિક્ષામાં દારુ વેચતા ત્રણ ઝડપાયા
પાટણ શહેરમાં મોડી સાંજે ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસ ત્રાટકી હતી. અને ચુપચાપ એક ઓપરેશન પાર પાડીને સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ઓચિંતી રેડ કરી હતી. જેમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરનારા એક અને અહીં દારુ ખરીદવા માટે આવનારા બે ગ્રાહકો મળીને કુલે ત્રણ જણાની અટકાયત કરી હતી. જયારે આ દારુનાં વેપાર સાથે સંકળાયેલા અને માલ આપનાર તથા મદદ કરનારા અન્ય ચાર જણા નાસી જવામાં સફળ રહયા હતા.
પોલીસે અત્રેથી રૂ.19000 ની કિંમતનો ઇંગ્લીશ 2,260ની રોકડ રકમ, રૂ.20.000નાં ચાર મોબાઈલ,દારુની 181 બોટલો, અંગઝડતીમાંથી મળેલા રૂ. રૂ. બે લાખનાં ચાર વાહનો મળી કુલે રૂ. 2.41,660નો મુદામાલ જપ્ત કર્યો હતો. અને અત્રેથી બાસ્કુજી નામના વ્યક્તિ તથા દારુ ખરીદવા માટે આવેલા બે શખ્સો મેડિકલ રિપ્રેઝેન્ટેટીવ રોનક ત્રિવેદી અને મોહિની કુમાર ઠકક૨ રે, પાટણવાળાની અટકાયત કરી હતી.
જયા૨ે દારુનો જથ્થો આપનારા ગિરીશજી ઉર્ફે ટીનાજી, ધમો ઝાલા, રેઈડ સમયે દારુનાં ધંધાનો નોકર અને બ્રેઝા કાર લઈને નાસી ગયેલો રાકો, રેડ થતાં મોબાઈલ મુકીને નાસી જનાર એક વ્યક્તિ, અને રેડ દરમ્યાન સ્થળ પરથી પકડાયેલા ચાર વાહનો મુકીને નાસી જનારા ચાર વ્યક્તિઓ એમ કુલે આઠ સામે ગુનો નોધ્યો હતો.