હારીજમાં ફાયરિંગ વીથ મર્ડરનાં ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને ઝડપી લેવાયા

પાટણ
પાટણ

પાટણ,
હારીજ ખાતે શનિવારના રોજ સવારે એપીએમસી નાં મુખ્ય દરવાજા નજીક અગાઉની જમીનની અદાવતમાં દેસાઈ સમાજના બે ઈસમો ઉપર કરાયેલ ફાયરિંગ અને તિક્ષણ હથીયાર સાથે નાં હુમલા માં દેસાઈ લાલુભાઇ કમશીભાઈ નું મોત નિપજ્યું હતું જ્યારે મહેશભાઇ કરમશીભાઇ દેસાઈ ને ગંભીર ઈજાઓ થતાં તેઓને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ફાયરિંગ વીથ મડૅર નાં બનાવને લઇને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે ફાઈરીગ વિથ મડૅરના બનાવની હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધી બનાવને અંજામ આપી ફરાર થયેલા ઈસમો ને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ એલસીબી, એસઓજી સહિત હારીજ પોલીસ ને જુદી જુદી ટીમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કરાવતા પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોને બનાવના કલાકોની ગણતરીમાં સમી તાલુકાના ઉપલીયાસર- ગાજદીનપુરા માગૅ પરથી ઝડપી લઇ બનાવનાં સમયે ઉપયોગમાં લેવામાં આવેલ ખંજર,પાઈપ અને બાઈક કબજે કરી આગળની કાર્યવાહી અથૅ ઝડપાયેલાં સિધ્ધરાજસિહ તલુભા વાધેલા રહે.ઉબરી,તા.કાકરેજ, પરેશ સિધ્ધરાજસિહ વાઘેલા,રહે.ઉબરી તા.કાકરેજ અને ચેલાજી સુજાજી સોલંકી રહે.કંબોઈ તા.કાકરેજ ત્રણેય ઇસમોને હારીજ
પોલીસને સોંપવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.