
પાટણ જિલ્લામાં આજે બોર્ડ પરીક્ષાનું ત્રીજું પેપર, જિલ્લામાં અત્યાર સુધીમાં બે કોપીકેસ થયા
ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ધોરણ 10 અને 12માં બબ્બે પેપર પૂર્ણ થઈ ચૂક્યા છે. આજે ત્રીજું પેપર લેવાઈ રહ્યું છે. પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ રહી છે. આજદિન સુધીમાં જિલ્લામાં કુલ 2 કોપીકેસ નોંધાઈ ચૂક્યા છે.
ધોરણ 10માં ગુજરાતી અને ગણિતના પેપર લેવાઈ ચૂક્યા છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો અને તત્વજ્ઞાનના પેપર લેવાઈ ચૂક્યા છે.
પાટણ જિલ્લામાં ધોરણ 10 માં કુલ 20,560 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12,487 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સમાં 2201 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.જયારે ધો 10 અને 12 માં 119 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે.