પાટણના બજાર માગૅ પર જજૅરીત બનેલ મકાન બપોરના સુમારે ધરાશાયી બનતાં જાનહાની ટળી
મકાન નીચે પાર્ક જયુપીટર અને મકાનમાં રાખેલ સંગીત નો સામાન કાટમાળ નીચે દટાયો : રસ્તો બ્લોક થયો
શહેરના મહોલ્લાં,પોળો અને સોસાયટી વિસ્તારમાં જજૅરીત બનેલ મકાનોને ઉતારી લેવા પાલિકા ફરજ પાડે
પાટણ શહેરના રસણીયાવાડા, ચામુંડા માતાના મંદિર પાસે જાહેર માર્ગ પર વર્ષોથી પડવાના વાકે ઉભેલ જર્જરીત મકાન મામલે વિસ્તારના રહીશો સહિત વ્યાપારીઓ દ્વારા આ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર સહિત નગર સેવકો નું ધ્યાન દોરવા છતાં આ જજૅરિત મકાન મામલે દુર્લક્ષ સેવાતા શનિવારના બપોરના સુમારે આ જર્જરિત મકાન મુખ્ય માર્ગ પર ધરાશાહી થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જોકે બપોર નો સમય હોય માગૅ પરથી લોકો ની અવર જવર ન હોવાના કારણે સદનસીબે મોટી જાનહાની ટળી હતી જો કોઈ આ રસ્તા પરથી રાહદારી કે વાહન ચાલક પસાર થયો હોત તો મોટી જાનહાની થવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. આ જર્જરીત મકાન મુખ્ય માર્ગ પર ધરાસાઈ થતાં આવવા જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થઈ જવા પામ્યો હતો.
મકાન ધરાશાયી થતાં માર્ગ પર પાર્ક કરેલ જયુપીટર પર મકાન નો કેટલોક કાટમાળ પડતા તેને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.તો આ જજૅરિત મકાનમાં પાટણ ના જાણીતા જવાહર બેન્ડ નો કેટલોક સંગીત નો સર સામાન પડેલો હોય મકાન ધરાસાઈ થતાં તમામ સર સામાન કાટમાળની નીચે દટાઈ જવાથી બે થી અઢી લાખ રૂપિયા જેટલુ નુકસાન થયું હોવાનું જવાહીર બેન્ડના સલીમભાઈ શેખે જણાવ્યું હતું.તો આ મકાન નીચે બેસતો તેમનો સ્ટાફ બપોરે જમવા ગયેલ હોય મોટી જાનહાની ટળતા હાશકારો અનુભવ્યો હતો.