
સાંતલપુરનાં બે ગામોમાં ઉનાળાનાં પ્રારંભે જ પીવાનાં પાણીની ભારે હાલાકી
પાટણ જિલ્લો આમતો ખેતી તેમજ પશુપાલન પર આધારિત જિલ્લો છે જેથી ચાલુ સાલે ઉનાળા ની કાળ ઝાળ ગરમી પડવાની શરૂઆત થતા ની સાથે પાણી પોકાર ઉઠવા પામ્યા છે જેમાં ખાસ કરી ને જિલ્લા ના સાંતલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં પાણી વિના લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે સાંતલપુર તાલુકા ના માઘુપૂરા ગામે 15 દિવસે એક વાર પાણી આવતું હોઈ લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પાણી ની અછત ને લઇ દૂર દૂર ખેતરો ખુંદી ને પાણી લાવવાની ફરજ પડી રહી છે માણસ માટે પૂરતું પાણી નથી તો પશુઓ ની હાલત પણ કફોડી બનવા પામી છે અને પાણી નું ટેન્કર લાવવા માટે પણ 700 રૂપિયા ખર્ચ કરવો પડે છે જે પોષાય તેમ નથી…
માઘુપૂરા ગામ માં પીવાના પાણી ની ભારે બુમ રાડ ઉઠવા પામી છે ગામ નજીક પાણી નો સંપ તો છે પણ તેમા 15 દિવસે પાણી આવે તો આવે નહીતો પાણી માટે આસ પાસ ના મોટા ગામો માં જવું પડે અથવા પછી ખેતરો ખૂંદવા પડી રહ્યા છે પાણી વગર પશુઓ ઓની હાલત પણ દયનિય બનવા પામી છે ત્યારે આ વિસ્તાર માં નર્મદા ની કેનાલ બનાવવા માં આવે તેવી સ્થાનિક લોકો ની માંગ ઉઠવા પામી છે જેના થકી પાણી પૂરતા પ્રમાણ માં મળી રહે.
ગામમાં પાણી નો સંપ તો છે પણ તેમા નિયમિત અને પૂરતા પ્રમાણ માં પાણી આવતું નથી જેને લઇ ગામ ના લોકો ને પાણી ની સમસ્યા સામે ઝઝૂમિ રહ્યા છે તો પાણીની અનિયમિતા ને લઇ વામ ની મહિલાઓ ને કલાકો સુધી સંપ પર બેસી રહેવું પડે છે તેમા પણ પાણી આવેતો મળે નહિ તો ખાલી બેડે પરત ફરવું પડે છે માઘુપૂરા ગામ ની આસપાસ નાની ગામડી પણ આવેલ છે. ત્યાં પણ પાણી ની વિકટ સમસ્યા છે ત્યારે આ અંતરિયાલ વિસ્તારો માં નિયમિત અને પૂરતા પ્રમાણ માં પાણી કયારે મળે છે તે તો જોવાનું રહ્યું અને આ ગામમાં વર્ષો થી પાણીની સમસ્યા ને લઈ હવે આ ગામમાં કોઈ પોતાની દીકરી પણ તૈયાર થતું નથી તો વૃદ્ઘ મહિલાઓએ તો પોતાની જીદકી ગમે તેમ કરી પાર પાડી પણ આવનાર તેમના પુત્રો ની વહુઓ આ પાણી સામે ઝઝુમી રહી છે…