
પાટણની બજારમાં લોકોને મનપસંદ 31 જાતના અવનવા મુખવાસ ઉપલબ્ધ
દીપાવલીના પાંચ શૃંખલાના મહાપર્વમાં મીઠાઈ અને ફરસાણના સ્વાદ બાદ સ્વાદિષ્ટ મુખવાસનું પણ મહત્વ રહેલું છે. જો કે દિવાળી પર્વ અને નૂતન વર્ષ એકબીજાને અભિનંદન પાઠવી મુખવાસથી એકબીજાને મોં મીઠુ કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે.મિત્રો, સગાસંબંધીઓ અને સ્નેહીજનોને ચા પાણી અને નાસ્તાથી સ્વાગત કર્યા બાદ અવનવા સ્વાદ વાળા મુખવાસથી મોં મીઠુ કરાવવાની દીપાવલીમાં એક ખાસ પરંપરા રહેલી છે. ત્યારે આગામી દીપાવલીના પર્વને ગણતરીના જ દિવસો બાકી રહયા હોવાથી પાટણ શહેરની બજારોમાં જુદા જુદા પ્રકારના મુખવાસ આકર્ષણ જમાવી રહયા છે અને લોકો અવનવા મુખવાસથી ખરીદી પણ કરવા લાગ્યા છે. ત્યારે ચાલુ સાલે મોંઘવારીના કારણે મુખવાસના ભાવમાં સામાન્ય ભાવ વધારો જોવા મળી રહયો છે.
તો બીજી તરફ દીપાવલીના તહેવારમાં મુખવાસની વધુ માંગ રહેતી હોઈ ઉત્પાદકો દ્વારા જાતજાતના વિવિધ સ્વાદવાળા મુખવાસો બજારમાં ઉપલબ્ધ કરાયા છે. ખાસ કરીને મુખવાસની વેરાયટીમાં અવનવા ટેસ્ટ કરાવતા મસાલામાં બંટી બબલી, મુંબઈ મસાલા, ચટપટા ચુરણ, કલકત્તી પાન, રજવાડી મુખવાસ, વરીયાળી, દ્રાક્ષવટી, કેટબરી મુખવાસ સહિતના અનેક ફલેવરોના મુખવાસની ખરીદીનો ધીમા પગલે માહોલ જોવા મળી રહયો છે.