વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી પાટણની રાણકીવાવને વેકેશનમાં 30હજાર થી વધુ પ્રવાસીઓ નિહાળી

પાટણ
પાટણ

ઉનાળાના વેકેશન દરમ્યાન પ્રવાસોના સ્થળો પર મુલાકાતીઓની ભીડ રહેતી હોય છે. વેકેશનના સમયગાળા દરમ્યાન સામાન્ય રીતે પ્રવાસીઓની પ્રથમ પસંદગી હિલ સ્ટેશન, વોટર પાર્ક, દરિયા કિનારો, જંગલની મુસાફરી વગેરે હોય છે. પરંતુ હવે પ્રવાસીઓની પસંદ બદલાઇ હોય તે પ્રકાર ની વિગત રાણકીવાવમાં જોવા મળી. રહી છે. છેલ્લા એક માસમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ વેકેશન દરમિયાન રાણકી વાવને નિહાળી છે. જેના કારણે એક જ મહિનામાં રાણકીવાવની 12લાખથી વધુની આવક થઈ છે.

વૈશ્વિક ઓળખ ધરાવતી રાણકી વાવ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. આજ કારણે એક માસના ટૂંકા ગાળામાં જ 30 હજારથી વધુ પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લઇ કલા કોતરણી નિહાળી હતી.ઐતિહાસિક ધરોહરને અગ્રતા આપી છે. દરેક દેશના નાગરિકને ઐતિહાસિક વારસાનું ગર્વ હોય છે. આ બાબત હવે ભારતીય નાગરિકોમાં દેખાઈ રહી છે.કેન્દ્ર અને ગુજરાત સરકાર ઐતિહાસિક ધરોહરોને નાગરિકો જાણે તેમજ પોતાના સાંસ્કૃતિક વારસાથી નાગરિકો અવગત થાય તે માટે પ્રયત્નશીલ છે.

આ જ કારણથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌ રૂપિયાની ચલણી નોટ પર ઐતિહાસિક ધરોહર અને કોતરી કલા મામલે વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવને સ્થાન આપ્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાણકીવાવ આજે ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં ખ્યાતનામ બની છે.

શાળા, કોલેજના વિદ્યાર્થી, રીસર્ચર અને સામાન્ય નાગરિકને પોતાના વરસાનો ગર્વ હોવાને લીધે તેઓ આવી ઐતિહાસિક ધરોહર જોવા આકર્ષાય છે.શાળા અને કોલેજોમાં વેકેશનનો સમય છે. જેની સ્પષ્ટ અસર રાણકી વાવના મુલાકાતી ઉપર જોઇ શકાય છે. ત્યારે છેલ્લા એક મહિના ના 29268 ભારતીય અને 54 જેટલા વિદેશી પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી છે. સો રૂપિયાની ચલણી નોટ પર જ્યાર થી રાણકી વાવની પ્રતિકૃતિનું ચિત્ર આવ્યું છે તે બાદ માત્ર રાજ્યના નહીં પરંતુ અન્ય રાજ્ય તેમજ વિદેશી પ્રવાસીઓ પણ રાણકીવાવ તરફ આકર્ષાયા છે.ત્યારે છેલ્લા એક માસ માં વિશ્વ વિરાસત રાણકીવાવની 12 લાખ થી વધુ ની આવક થઈ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.