સિધ્ધપુરમાં ચાલુ ગાડીએ મહિલાઓએ દંપતિની થેલીમાંથી 2.34 લાખ ચોર્યા

પાટણ
પાટણ 158

સિધ્ધપુરથી કમલીવાડા જતાં દંપતિની થેલીમાંથી બે મહિલા અને ચાલકે 2.34 લાખ રોકડની ચોરી કર્યાની ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ દંપતિ બેંકમાં પાકધિરાણના 2.34 લાખ ભરવા સિધ્ધપુર આવ્યા હતા. જોકે બેંક કર્મચારીએ કાલ આવવા જણાવતાં દંપતિ પરત કમલીવાડા કામ હોઇ જવા ઇકો કારમાં બેસ્યુ હતુ. જ્યાં મહિલાની સાથે અન્ય બે મહિલાઓ પણ ઇકો કારમાં હોઇ ચાલકે અચાનક બ્રેક ફેઇલ હોવાનું કહી તેમને દેથળી ચાર રસ્તા ઉતાર્યા હતા. જે બાદમાં થેલીમાં ચેક કરતાં 2.34 લાખ નહી જોવા મળતાં ઇકો ચાલક અને બે મહિલાએ જ ચેકો મારી પૈસાની ચોરી કર્યા હોઇ ત્રણેય સામ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં ચાલુ ઇકોએ બેગમાંથી 2.34 લાખ રોકડ ચોરીની ઘટના સામે આવી છે. સિધ્ધપુર તાલુકાના કાલેડા ગામના દશરથભાઇ મફાભાઇ ચૌહાણ તેમની પત્નિ અમથીબેન સાથે અમદાવાદથી સિધ્ધપુરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 2.34 લાખ પાકધિરાણના ભરવા આવ્યા હતા. જોકે બેંક કર્મીએ આજે સમય પુરો થયો હોઇ આવતીકાલે આવવાનું જણાવતાં દંપતિને કામ હોઇ કમલીવાડા જવા નિકળ્યાં હતા. જ્યાં એક ઇકો કારમાં બેસ્યાં બાદ તેમને બ્રેક ફેઇલ હોવાનું કહી દેથળી ચોકડીએ ઉતાર્યા બાદ ચેક કરતાં પૈસા ચોરી થયાનું ખુલ્યુ હતુ.

દંપતિ ઇકો કારમાં બેસતાં ચાલકે આધેડને કહેલ કે, તમારી પાસેથી થેલી પાછળ તમારી પત્નિને આપી દો. જેથી મારી બીજા પેસેન્જર બેસાડવામાં તકલીફ ના પડે. આ દરમ્યાન પૈસા ભરેલી થેલી પત્નિ પાસે હોઇ અને તેમની પાસે અજાણી બે મહિલા પણ બેસેલ હોઇ અચાનક ચાલકે કહેક કે, કારની બ્રેક ફેઇલ હોઇ દંપતિને દેથળી ચાર રસ્તા ઉતારી દીધુ હતુ. જે બાદમાં દંપતિએ તપાસ કરતાં થેલીમાં પૈસા ન હોઇ અને અંદર પ્લાસ્ટીકની થેલીને ચેકો અને થેલીની ચેઇન પણ ખુલી હતી. જેથી આધેડે અજાણ્યાં ઇકો ચાલક અને અજાણી બે મહિલા સહિત ત્રણ સામે સિધ્ધપુર પોલીસ મથકે આઇપીસી કલમ 379, 114 મુજબ ગુનો નોંધાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.