પાટણની માધવ નગર સોસાયટીની મહિલાઓ એ પાણી મામલે પાલિકા ગજવી

પાટણ
પાટણ

પંદર દિવસથી પાણીની સમસ્યા ભોગવી રહેલી મહિલાઓએ  સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો એક પણ કોર્પોરેટરોને સોસાયટીમાં પ્રવેશ નહીં કરવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી

પાટણ શહેરના પદ્મનાભ રોડ પરની માધવનગર સોસાયટી માં છેલ્લા 15 દિવસથી પાણી ન આવતું હોવાની રજુઆત સાથે બુધવારે સાંજે વિસ્તાર ની મહિલાઓ પાલિકા ખાતે પાણી ની રજુઆત કરવા આવ્યા હતા પરંતુ પાલિકા ખાતે કોઈ પણ જવાબદાર અધિકાર હાજર ન હોવાના કારણે મહિલાઓએ વોટર વર્કસ શાખાની ઓફિસમાં બેસી પાલિકા પ્રમુખ અને પાલિકા સતાધીશો વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પોતાનો રોષ પ્રદશિર્ત કર્યો હતો.

પાટણ નગરપાલિકા દ્રારા વિવિધ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે ત્યારે છેલ્લા 15 દિવસ થી માધવનગર વિસ્તારમાં ઓછું પાણી આવતું હોવાની સમસ્યાનું નિરાકરણ નહિ આવતા બુધવારે વિસ્તાર ની મહિલાઓ પાલિકા ખાતે રજુઆત કરવા આવી હતી પરંતુ પાલિકા મા પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોવાના કારણે મહિલાઓ રોષે ભરાઈ હતી અને પાલિકાના વોટર વર્કસ શાખામાં બેસી પાલિકા પ્રમુખ અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખામાં મહિલાઓ પાણી આપો પાણી આપો, હાય રે નગરપાલિકા હાય હાય,હાયરે ભાજપ હાય હાય,હાયરે પ્રમુખ હાય હાય ના નારા લગાવ્યા હતા. તો જશોદાબેન નામની મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસ થી ધીમુ ધીમું પાણી આવે છે અને તે પણ 5 મિનિટ આવે છે.

પાલિકાએ પાણી વેરો કર્યો છે અને વોટ લેવા માટે લોકો આવતા હોય છે પરંતુ વોટ લઇને ચૂંટાયા બાદ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ પણ પૂછતા નથી હોતા ત્યારે જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકાના એક પણ કોર્પોરેટરોને અમારી સોસાયટીમાં પ્રવેશ કરવા દઈશું નહિ તેવી ચિમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.