
પાટણના કમલીવાડાની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે છોડાયેલ પાણી સરસ્વતી નદીમાં આવ્યુ
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદ ને પગલે નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં નર્મદા ડેમના 23 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી હતી નમૅદા ડેમ ના 23 દરવાજા ખોલાતા તેનું પાણી પાટણ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ કમલીવાડા પાસેથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે પાટણ સરસ્વતી નદીમાં વહેતું કરાયું હતું ત્યારે હાલમાં 400 ક્યુસેક જેટલું પાણી આ બ્રાન્ચ કેનાલમાં છોડવામાં આવ્યું હોય જે પાણી પાટણની સરસ્વતી નદીમાં આવતા ચાર દિવસ બાદ આજે આવતા પાટણ ધારા સભ્ય સહિત કોગ્રેસ ના આગેવાનો એ વધમાના કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે નર્મદા ડેમના પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં તંત્રને નમૅદા ડેમ ના 23 જેટલા દરવાજા ખોલવા પડ્યાં હતા ત્યારે નમૅદા ડેમ માથી પસાર થતાં આ પાણી ને લઇ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ નજીક કમલીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા ની સુજલામ સુફલામ ની બ્રાન્ચ કેનાલ મારફતે હાલમાં 400 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું હતું જે આજે 4 દિવસે પાટણ થી નિકળતી સરસ્વતી નદી ના બેરેજ સુધી પહોંચ્યું હતું .અને હાલ માં 2 ફૂટ જેટલું પાણી ભરાયું છે અને હાલ માં પાણી ની આવક ચાલુ છે.ત્યારે આજે પાટણ ધારા સભ્ય કિરીટ પટેલ સહિત કોગ્રેસ ના આગેવાનો એ સરસ્વતી નદી માં જઈ પાણીના વધામણા કર્યા હતા. પાટણ સરસ્વતી નદી મા પાણી આવવાના કારણે આજુબાજુની જમીન તળ જીવંત બનશે અને તેનો લાભ સરસ્વતી તાલુકાના ખેડૂતોને થશે.