
રિક્ષા ચાલકે વ્યાજે લીધેલા રુપિયાની ઉધારાણી કરી વ્યાજખોરે ધમકી આપી
પાટણ શહેરમાં દિવસની રૂ 150ની બચત ઉપર ભાડેથી રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા અનાજ દળવાની ઘંટી ચલાવતા ને તેમાં નુકસાન આવતાં તથા ભાઇને બ્લડ કેન્સરની દવા ચાલતી હોવાથી તેનાં ખર્ચને પહોંચી વળવા માટે ઘંટીએ દળાવવા આવતા એક વ્યક્તિ પાસેથી રૂા. 7000ની રકમ 100 દિવસની મુદતે લીધેલા જેની સામે રૂા.14000ની રકમ વ્યાજ પેટે અગાઉથી જ આપી દીધા હતા ને રૂા. 56000ની રકમની સામે આ ધિરાણ લેનારે રૂ 25300 રોકડ તથા એક કોરો ચેક આપ્યો હોવા તાં પણ વ્યાજે પૈસા આપનારે પૈસા લેનાર પાસેથી લેવાના નિકળતા રૂ 45700ની સામે ખોટી પેનલ્ટી લગાવીને રૂા.68900ની ઉઘરાણી કરી રૂા. 1,20,000ની રકમનો ચેક ભરી ચેક બાઉન્સ કરાવીને બીજા વધુ પૈસા કઢાવવા દબાણ કરી ધમકીઓ આપી હતી. જે અંગે આ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં નાગરવાડા રોડ ઉપર વનાગવાડાની પાછળ રહેતા ને રીક્ષા ચાલક જગદીશભાઈ પ્રજાપતિએ તા. 28-2-22 થી તા. 8-1-23 દરમિયાન તેમની ઘંટીએ આવતાં રાજેશજી રે. પાટણવાળા પાસેથી પોતાનાં ભાઇના બ્લડ કેન્સરની ચાલતી દવાઓ અને ઘંટીમાં થયેલા નુકસાનથી ખર્ચને પહોંચી વળવા માટે ઉપરોક્ત ધિરાણ લીધા હતા. જે રકમ આપી દેવા દબાણ કરી એક માસમાં પૈસા ન આપે તો ઘંટીની દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. તેવો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.