પાટણ-ભીલડી-રેલ્વે લાઇન ઉપર 110ની સ્પીડે ટ્રેનનો ટ્રાયલ રન સફળ રહ્યો

પાટણ
પાટણ

પાટણથી ભીલડી સુધીનાં 51 કિ.મી.ની બ્રોડગેજ રેલવે લાઇન ઉપર તાજેતરમાં પુરી થયેલી ઇલેક્ટ્રીફિકેશનની કામગીરીનું કમિશ્નર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)નાં અધિકારીઓ તથા ઇલેક્ટ્રીકની કામગીરી કરનારી કોન્ટ્રાકટર કંપની તથા વિશાળ મોટી સંખ્યામાં સ્ટાફે વીજલાઇનો, સહિત સમગ્ર રેલવે લાઇન ઉપરનાં નદી, નાળા, પુલ, બ્રીજ, સબસ્ટેશનો વિગેરેનું સઘન ઇન્સ્પેકશન અને ચેકીંગ કર્યું હતું. તથા સાથે સાથે આ ટ્રેન લાઇન ઉપર ઇલેક્ટ્રીક સંચાલિત ટ્રેનનો ‘ટ્રાયલ રન’ પણ લેવાયો હતો. જે અંતર્ગત પાટણ ભીલડી વચ્ચે પ્રતિકલાક 110 કિ.મી.ની સ્પીડે ટ્રેન દોડાવવામાં આવી હતી. આ ટ્રેન ભીલડીથી સાંજે 6 વાગે ઉપડીને 6-35 કલાકે એટલે કે, 35 મિનીટમાં પાટણ ખાતે આવી પહોંચી હતી અને આ સમગ્ર ઓપરેશન અત્યંત સફળ રહ્યું હતું.

આ ‘રન ટેસ્ટ’ તથા ઇલેક્ટ્રીક લાઇનોનાં ટેસ્ટીંગ બાદ તેનો રિપોર્ટ સબમીટ થયા બાદ અમદાવાદથી છેક ભીલડી દોડતી તમામ ટ્રેનો અને માલગાડીઓ ઇલક્ટ્રીકથી સંચાલિત કરવામાં હવે વધુમાં વધુ 15 દિવસનો સમય લાગશે એમ કોન્ટ્રાક્ટર કંપનીનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

અમદાવાદ રેલવે ડીવીઝનની રેલવે ઇલેક્ટ્રીફીકેશનની સીઆરએસ ઇન્સ્પેક્શન ઓફ ઇલેક્ટ્રીફીકેશન વર્ક ઓફ પાટણ ભીલડી વચ્ચેનાં 47,50 રનિંગ કિ.મી.નું વધુ એક ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. જેનાં ભાગરૂપે આજે સવારે 9 વાગે કમિશ્નર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ) અધિકારી આર.કે. શર્મા તેમની સાથે 50 ઉપરાંત રેલવે કર્મચારીઓ તથા આ લાઇન પરની ઇલેક્ટ્રીફિકેશનની કામગીરી કરનારી ‘કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લીમીટેડ કર્યુ’નાં અધિકારી ઇજનેરો મી. સાબિર શેખ, ઉદયન મલ તથા રણજીત ભગત વિગેરેની ટીમ સ્પેશ્યલ ટ્રેન સાથે ભીલડી સ્ટેશનો જવા નિકળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.