વડાપ્રધાનનાં જન્મ દિવસના દિવસથી વૃક્ષારોપણનો શુભારંભ કરાયો

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ  : આર્ટ ઓફ લિવિંગ સંચાલિત વિશ્વ કક્ષાએ માનવ મુલ્યો નું જતન કરવા ઈન્ટરનેશનલ એસોસિએશન અને હ્યુમન વેલ્યુઝ સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે પર્યાવરણનું જતન થાય એ માટે ૧૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થાય એવા સંકલ્પ સાથે પાટણ સરસ્વતી નદી કિનારે સહસ્ત્ર તરુવન માં ફાળવેલ જગ્યામાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી કુલ ૨૫ હજારથી વધુ વૃક્ષોનું ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં જન્મદિન નિમિત્તે ગતરોજ વાવેતર શરૂ કરવામાં આવ્યું હોવાનું અને વૃક્ષ પાછળ અંદાજિત ૧૨૦ રૂપિયા નો ખર્ચ થનાર હોવાનું આયોજકો દ્વારા જણાવ્યું હતું.પાટણના સહસ્ત્ર તરૂવન ખાતે આટૅ ઓફ લિવિંગ અને ઈન્ટરનેશનલ હ્યુમન વેલ્યુઝ સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આટૅ ઓફ લિવિંગના એગ્રીકલ્ચર એક્સપર્ટ સેજલ સ્વામી , જયેશભાઈ પટેલ સહિતના સભ્યો એ ઉપસ્થિત રહી મિયાવાકી પધ્ધતિ થી પ્રથમ દિવસે ૫ હજાર વૃક્ષા ઓનુ રોપણ કરી તેનાં જતન માટે સંકલ્પ લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.