પાટણ યુનિવર્સિટી ના યજમાન પદે આયોજિત ત્રિદિવસીય આદર કોલેજ સ્પધૉ નો પ્રારંભ કરાયો
ભાઈઓ-બહેનોની કુલ 91 ટીમના 1104 ખેલાડીઓ સ્પધૉ મા ભાગ લેશે: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિવર્ષે વિવિધ રમતોની આંતર કોલેજ ટૂર્નામેન્ટોનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના ફીઝીકલ વિભાગ ના યજમાનપદે સોમવાર થી ત્રણ દિવસ ભાઈઓ બહેનોની કબડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કબડી સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજમાંથી ભાઈઓ, બહેનોની 91 ટીમોના 1104 ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ભાઈઓની ટીમોએ ઉત્સાહભેર પોતાનું કૌશલ્ય દાખવી ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો. બહેનો ની 11મી ના રોજ કબ્બડીની સ્પર્ધા યોજાશે. આંતર કોલેજ ટૂર્નામેન્ટમાં વિજેતા થયેલ પસંદગી પામનાર ટીમ આગામી સમયમાં રાજ્યકક્ષાએ ઈન્ટર યુનિવર્સિટીની સ્પર્ધામાં ભાગ લેશે.
આ સ્પર્ધા માં 91 ભાઈઓ બહેનો ની ટીમોએ ભાગ લીધો હોવાનું યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ ના અધ્યક્ષ ડો.ચિરાગ પટેલે જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ કબડ્ડીની ભાઈઓ બહેનોની બંનેની સ્પર્ધાઓનો સમાવેશ થયેલો છે આ સ્પર્ધા ત્રણ દિવસ 9, 10 અને 11 સપ્ટેમ્બર સુધી ચાલશે,ભાઈઓની 61 ટીમ અને બહેનોની 30 ટીમો મળી કુલ 91 ટીમો એ ભાગ લીધો છે.