પાટણ જિલ્લાના સાંતલપુરમાં અજાણ્યા યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી

પાટણ
પાટણ

સાંતલપુર તાલુકાના પર ગામના એક ખેતરમાં શનિવારની રાત્રે કોઈ અજાણ્યા યુવકની કોહવાયેલી હાલતમાં ગળાફાંસો ખાધેલી લાશ લટકતી હોવાની જાણ થતાં લોકોનાં ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બાબતે સાંતલપુર પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામુ કરી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાનની લાશ નજીકથી એક મોબાઇલ અને પસૅ પણ મળી આવ્યું હોય પોલીસે મૃતકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે, તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.