પાટણમાં દેશી બનાવટની બંદુક લઇને ફરતાં ઇસમને SOGએ દબોચ્યો

પાટણ
પાટણ 329

પાટણ તાલુકાના ગામેથી SOGની ટીમે દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. આજે સવારના સમયે SOGની ટીમ બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ બંદુક રાખીને ફરે છે. જેથી તાત્કાલિક SOGની ટીમે સ્થળ પર પહોંચી ઇસમને દબોચી લીધો હતો. જેથી પાસેથી દેશી બનાવટની બંદુક કિ.રૂ.3,000 ની ઝડપી પાડી ઇસમ વિરૂધ્ધ બાલીસણા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ રોકવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI આર.કે.અમીનના માર્ગદર્શન હેઠળ PSI જે.જી.સોલંકીની ટીમ બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન AHC વિષ્ણુજી અને ASI લાલસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે, ચડાસણા ગામની સીમમાં એક ઇસમ દેશી બંદુક લઇને ફરી રહ્યો છે. જેથી તાત્કાલિક પંચોને સાથે રાખી SOGએ સ્થળ પર પહોંચી ઇસમને બંદુક સાથે ઝડપી પાડ્યો હતો.

પાટણ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમી આધારે દેશી બનાવટની બંદુક સાથે ઇસમને દબોચી લીધો છે. પ્રાથમિક તપાસમાં ઇસમનું નામ સિન્ધી રફીકભાઇ ભૂગરભાઇ (ઉ.વ.21, રહે.લશ્કરીકૂવા, રાધનપુર ચોકડી,મહેસાણા) હોવાનું ખુલ્યુ હતુ. જેથી SOGએ ઇસમ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક કિ.રૂ.3,000ની જપ્ત કરી હતી. આ સાથે ઇસમ વિરૂધ્ધ બાલીસણા પોલીસ મથકે હથિયારધારોની કલમ 25(1-b)(a) મુજબ ગુનો નોંધાવતા સમગ્ર કેસની તપાસ હાલ બાલીસણા PSI પ્રતિક્ષાબેન ચૌધરી ચલાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.