હારિજ માર્કેટયાર્ડમાં બે દિવસથી ચણાની ખરીદી શરૂ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ટેકાના પ્રતિ મણના રૂ.1046ના ભાવે હારીજ, સમી, રાધનપુર અને વારાહી ખાતે ચણાની ખરીદી શરૂ થઈ છે. બીજીબાજુ હારીજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ચણાની ખરીદી શરૂ કરી છે.હાલમાં દરરોજ 700 બોરીની ખરીદી થઇ રહી છે. ટેકાના ભાવ કરતા ખેડૂતોને બજારમાં ભાવ ઓછા મળી રહ્યા છે. ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં પ્રતિ મણે રૂ.75થી વધારે ઘટાડો છે. જો ભાવમાં વધારો નહીં થાય તો આ વખતે ટેકાના ભાવે મોટા પ્રમાણમાં ખરીદી થવાની શક્યતા છે.

પરંતુ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે મોટો તફાવત છે. ટેકાના ભાવ પ્રતિ મણના રૂ.1046 નક્કી થયેલા છે અને હારીજ માર્કેટયાર્ડમાં 890થી 975 સુધીના ભાવ પડ્યા છે એટલે ખેડૂતોને પ્રતિ મણ બજારમાં રૂ 75 ઓછા મળી રહ્યા છે. હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.