પાટણમાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરનાર પ્રેમિકાના ભાઈ સહિત તેના સાગરીતને પોલીસે ઝડપ્યા
પાટણ શહેરના કનસડા દરવાજા નજીક લાઇબ્રેરી સામે રવિવારની મોડી સાંજે શહેરના પીપળા ગેટ ઠાકોરવાસમાં રહેતા રાહુલ નટુજી ઠાકોર નામના પ્રેમી ઉપર પ્રેમિકાના ભાઈએ છરી વડે હીચકારો હુમલો કરી મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી જવા પામી હતી. તો બનાવના પગલે પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકમાં હત્યારા પ્રેમિકાના ભાઈ સહિત તેના સાગરીત ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી માટે એડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ ની મળતી હકીકત મુજબ પાટણ શહેરના પીપળા ગેટ ઠાકોરવાસમાં રહેતા રાહુલ નટુજી ઠાકોર ઉંમર વર્ષ ૨૫ સાથે પાટણ શહેરના શાહ વાડામાં રહેતા તેમના સમાજની આશા નામની છોકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને અવારનવાર આશા અને રાહુલ પરિવારની નજરથી દૂર એકબીજાને મળતા હતા. અને એકબીજાને લગ્ન કરવાના કોલ આપ્યા હતા. પરંતુ આશાના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોય જેને લઈને આશાને રાહુલથી દૂર રાખવાનો પરિવારજનો દ્વારા સતત પ્રયાસ કરાતો હતો. ત્યારે રવિવારના રોજ આ પ્રેમ પ્રકરણ ને કાયમ માટે મિટાવી દેવા આશા ના ભાઈ વિષ્ણુજી એ મન બનાવી લીધું હોય તે દરમિયાન રવિવારની સાંજે રાહુલ પોતાના બે મિત્રો સાથે શહેરના કનસડા દરવાજા નજીક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા મા ફોન આવતા તેને પોતાનું બાઈક રોડ સાઈડ એ પાર્ક કરી વાત કરી રહ્યો હતો તે દરમિયાન આશાના ભાઈ વિષ્ણુજીએ સામેથી દોડી આવીપોતાના હાથમાંની છરી રાહુલ કઈ વિચારે તે પહેલા જ તેના છાતીના ભાગે પરોવી દેતા રાહુલ સહિત બાઈક પર બેઠેલા તેના બંને મિત્રો રોડ પર પટકાયા હતા. અને બનાવ થી હતપ્રભ બનેલા રાહુલ સહિત તેના બંને મિત્રો દોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છરીના ઘા ના કારણે રાહુલ બેભાન બની રોડ પર ઢળી પડતા અને લોકોના ટોળા એ બૂમાબૂમ કરતા વિષ્ણુજી ઠાકોર પોતાના સાગરીત એવા અલ્કેશ કાંતિલાલ ભાટીયા ના એકટીવા ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો. શહેરના કનસડા દરવાજા નજીક બનેલા બનાવવાની જાણ રાહુલ ઠાકોર ની માતાને તેમજ એમના કુટુંબીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ૧૦૮ દ્વારા બેભાન અવસ્થામાં રાહુલને ધારપુર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે રાહુલે અંતિમ શ્વાસ લેતા પરિવારજનો માં ઘેરા શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. તો બનાવવાની જાણ પાટણ એ ડિવિઝન પોલીસ અને એલસીબીને થતા વિસ્તારના સીસીટીવી કુટેજો મેળવી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવતા પાટણ એલસીબી પોલીસે વિષ્ણુજી ઠાકોર અને તેના સાગરીત એવા અલ્કેશ ભાટિયાને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ પાટણ એ ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો. તો આ બનાવની મૃતક રાહુલના માતાની ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રાહુલની પ્રેમિકા આશાને બનાવની જાણ થતા તે એ ડિવિઝન પોલીસ સમક્ષ પોતાનું નિવેદન લખાવવા આવતાં એ ડિવિઝન
પોલીસે તેનું નિવેદન લીધું હોવાનું જાણવા મળ્યું છે.